Site icon Revoi.in

પંજાબ-જમ્મુ કાશ્મીર સરહદ પાસે સેનાનું ઘ્રુવ હેલિકોપ્ટર ક્રેશ, 1 જવાન શહીદ બે લોકો ઈજાગ્રસ્ત

Social Share

શ્રીનગરઃ- છેલ્લા કેટલાક સમયથી સેનાના હેલિકોપ્ટરમાં ખઆમી સર્જવાની અથવાતો ક્રેશ થવાની ઘટના દિવસેને દિવસે લવધતી જતી જોવા મળી રહી છે આ શ્રેણીમાં હવે વધુ એક સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે.

ગુરુવારે સેનાની 254 એવિએશન સ્ક્વોડ્રનનું ધ્રુવ હેલિકોપ્ટર  ક્રેશ થયું હતું જો કે હવે તેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે પ્રમાણે સવારે પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરહદે પેટ્રોલિંગ દરમિયાન પઠાણકોટના રણજીત સાગર ડેમના તળાવમાં ક્રેશ થયું હતું. 

આ ઘટનાને નજરે નિહાળનારાઓ એ આ અંગે   પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે સેનાને જાણ કરી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તળાવમાં પડતા પહેલા હેલિકોપ્ટર ડામાડોળ થયું જોવા મળ્યું હતું. પાયલોટે બહાદુરી બતાવી તેને પહાડી પર પડતા બચાવી લીધું હતું.

ત્યાર બાદ આ હેલિકોપ્ટર સીધું તળાવમાં પડ્યું. માહિતી પ્રમાણે પંજાબ અને જમ્મુ-કાશ્મીર બોર્ડર પર સ્થિત તળાવની આસપાસ મામુન છાવણીના હેલિકોપ્ટર દરરોજ પેટ્રોલિંગ કરતા જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, ધ્રુવ હેલિકોપ્ટર ALH માર્ક-4 એ સવારે 10 વાગ્યેને 20 મિનિટ આસપાસ પઠાણકોટના મામુન કેન્ટથી ઉડાન ભરી હતી. લેફ્ટનન્ટ કર્નલ એ.એસ. ભટ્ટ અને કેપ્ટન જયંત જોશી બોર્ડમાં હતા. 30 મિનિટ બાદ અચાનક હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું અને ક્રૂ સહિત રણજીત સાગર તળાવમાં ડૂબી ગયું હતું.

આ ઘટના જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં  બની હતી. આ અકસ્માત મારવાહ નદી પાસે થયો હતો, જેમાં 1 જવાન શહીદ થયો હતો અને બે પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખરાબ હવામાનને કારણે આ વિસ્તારમાં કોમ્યુનિકેશન સેવાઓ કામ કરી રહી નથી.પંજાબ, જમ્મુ-કાશ્મીર પોલીસ ઉપરાંત સેના, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે.ઉલ્લેખનીય છે કે  2 મહિનામાં આર્મીનું ત્રીજું ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ધ્રુવ હેલિકોપ્ટર 8 માર્ચે મુંબઈના દરિયાકાંઠે, 26 માર્ચે કોચી એરપોર્ટ પર અને 4 મેના રોજ કિશ્તવાડમાં ક્રેશ થયું હતું.