- જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા
- લશ્કરે તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરાઈ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની ઘુસણખોરીની ઘટનાઓ બનતી રહેતી હોય છે જો કે સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવે છે ત્યારે આજરોજ લશ્કર એ તૈયબાના બે આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે સેનાના જવાનોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો મોટા પ્રમાણમાં જપ્ત કર્યો. આ અંગે આજરોજ પોલીસે માહિતી આપી હતી.
આ અંગે પોલીસ અને સેનાને માહિતી મળી હતી કે ફ્રેસ્ટીહાર કરીરી ગામમાં આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી છે જેના પગલે સંયુક્ત દળોએ બંને આતંકીઓ પર નજર રાખીને તેઓની ધરપકડ કરી હતી.
બન્તને આતંકીઓની તપાસ કરતા તેમની પાસેથી બે ચાઈનીઝ પિસ્તોલ, બે મેગેઝિન અને 15 રાઉન્ડ મળી આવ્યા હતા અને તેમને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બંને આતંકવાદીઓની ઓળખ ફ્રેસ્ટિહાર કરીરીના સુહેલ ગુલઝાર અને હુડીપોરા રફિયાબાદના રહેવાસી વસીમ અહેમદ તરીકે થઈ છે.
આ બંને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. પોલીસે જણાવ્યું હતું કે બંને વિરુદ્ધ ભારતીય આર્મ્સ એક્ટ અને UA(P) એક્ટ હેઠળ ક્રેરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુમાં પોલીસે જણાવ્યું કે ઇન્ટેલીજન્સ ઇનપુટને પગલે, બારામુલા પોલીસ અને 29 આરઆરના સંયુક્ત દળોએ ફ્રેસ્ટીહાર ક્રેરી ક્રોસિંગ પર એક મોબાઇલ વાહન ચેક પોસ્ટ તૈનાત કરી હતી. ક્રોસિંગ તરફ આવતા બે શંકાસ્પદ વ્યક્તિઓએ ચેકપોસ્ટ જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઝપાઝપી બાદ સેનાને સફળતા મળી અને આતંકીઓ ઝડપાયા હતા.