શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, છેલ્લા કેટલાક દિવસથી આતંકીઓની શઓઘખોળ માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ દરમિયાને સેનાને સફળતા મળી છે સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અનંતનાગમાં એન્કાઉન્ટર વચ્ચે બારામુલ્લા જિલ્લાના ઉરી, હાથલંગાના ફોરવર્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના અને બારામુલા પોલીસ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. પોલીસ અને સુરક્ષા દળોએ ચાર્જ સંભાળી લીધો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે.
બીજી તરફ કાશ્મીરના ધારના કોકરનાગ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. એન્કાઉન્ટર સ્થળ પર સુરક્ષા દળો કડક નજર રાખી રહ્યા છે. કોકરનાગના ગડોલના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ સમગ્ર ઓપરેશનને લઈને જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે આતંકવાદીઓને ટૂંક સમયમાં ઠાર કરવામાં આવશે. સેના આતંકીઓને શોધવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે, જેના કેમેરામાં આતંકીઓની હિલચાલ પણ કેદ થઈ ગઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ પહાડો અને જંગલોમાં સંતાયેલા છે. કોકરનાગના ગડુલના જંગલ વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાએ આતંકવાદીઓની આસપાસ નાસભાગ મચી જવા માટે પહાડીને ઘેરી લીધી છે. આ પછી પણ મડાગાંઠ ચાલુ છે
સર્ચ ઓપરેશન દરમિયાન ક્વોડકોપ્ટર, ડ્રોન અને અન્ય આધુનિક સાધનો વડે આતંકવાદીઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઓપરેશનમાં પેરા કમાન્ડોએ પણ ચાર્જ સંભાળ્યો છે.