- જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા
- સેના સાથે થયેલી અથડામણમાં 2 આતંકીઓનો ખાતમો
શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ ઘુસમખોરીના પ્રયાસોમાં હોય છએ જો કે સેનાના જવાનો ખડેપગે રહીવને તેમના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવને છે ત્યારે એજરોજ ગુરુવારની સવારે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કાશ્મીરના બારામુલાના વાનીગામમાં બુધવારે મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી એક AK47 રાઈફલ મળી આવી છે. બંને આતંકવાદીઓના થાકમાં સાથે જ વિસ્તારમાં ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે.
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના વાનીગામ પાયેન કરીરી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ ગુરુવારે સવારે ત્યાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું જ્યારે આતંકવાદીઓએ દળોની એક પાર્ટી પર ગોળીબાર કર્યો, જેનો જવાબી કાર્યવાહી કરવામાં આવી.
બારામુલ્લાના વાનીગામ પાયેન કરીરી વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી, જે પછી પોલીસ અને સુરક્ષા દળોએ જવાબદારી સંભાળી લીધી હતી. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં આ બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા અને બંનેની ઓળખ પણ કરવામાં આવી રહી છે. તેમના કબજામાંથી એક AK-47 રાઇફલ અને પિસ્તોલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં યોજાનારી જી 20ની બેઠકને લઈને આતંકીઓની નજર અહી ખાસ રહેલી હશએ જેને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આસહીત ડ્રોનનો સામનો કરવા માટે તમામ સ્થળોએ નેશનલ સિક્યુરિટી ગાર્ડ ની ટીમો તૈનાત કરવામાં આવશે. મીટિંગમાં ભાગ લેનારા અધિકારીઓએ હાલની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને ઇવેન્ટ દરમિયાન તમામ સહભાગીઓ અને ઉપસ્થિતોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સંભવિત પગલાં અંગે ચર્ચા કરાઈ છે..