જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘુસણખોરી રોકવામાં સેનાને મળી સફળતા,સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીઓ ઠાર મરાયા
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સેના દ્રારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, આતંકીઓ દ્રારા છેલ્લા 5 દિવસમાં પરપ્રાંતિય કામદજારો પર ગોળીબાર કરવાની ઘટનામાં સેનાના જવાનો એક્શન મોડમાં છે ત્યારે આજે વહેલી સવારે સેનાને આ બાબતે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ બુધવારની સવારે સેનાને સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે, સુરક્ષા દળોએ બુધવારે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.
આતંકીઓના ખાતમાને લઈને આર્મીના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વિટ કર્યું છે અને માહિતી આપી છે કે,”સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા શરૂ કરાયેલ સંયુક્ત ઓપરેશનમાં, એલર્ટ સુરક્ષા દળોએ બુધવારે સવારે કુપવાડાના માછિલ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો જેમાં બે આતંકીઓ ઠાર કરાયા છે.
સેના દ્રારા શરુ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે જેમાં રાઈફલ્સ, છ હેન્ડ ગ્રેનેડ અને અન્ય સામગ્રી મળી આવી હતી હાલ પણ ઓપરેશન સતત ચલાવાવમાં આવી રહ્યું છે.
આ પહેલા પણ સેનાના ઓપરેશન ત્રિનેત્ર-2 હેઠળ, સુરક્ષા દળોએ સોમવારે મોડી સાંજે સુરનકોટના શિન્દ્રા ટોપના જંગલમાં ચાર આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સોમવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેમાં મંગળવારે સવારે જ સુરક્ષા દળોએ ચાર ખતરનાક પાકિસ્તાની આતંકવાદીઓને મારી નાખ્યા હતા.આમ સેનાએ માત્ર 24 કલાકમાં 6 આતંકીઓને ઠાકર કર્યા છે.