Site icon Revoi.in

 જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં  સેનાને મળી સફળતા,અથડામણ દરમિયાન બે આતંકીઓ ઠાર મરાયા 

Social Share

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં વિતેલા દિવસને બુધવારના રોજથી સેન અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે  સેનાને રાજૌરીમાં આતંકી સંતાયેલા હોવાની માહિતી મળતાજ સેન એકશન મોડમાં આવીને સર્ચ ઓપરેશન હાથ  ધર્યુ  હતું ત્યારે અજજ રો ગુરુવારે સેનાને મોટી સફળતા મળી છે.

સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત દળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરુવારે સવારે ફરી એકવાર રાજોરી જિલ્લાના ધરમસાલના બજીમલ વિસ્તારમાં અથડામણ શરૂ થઈ. બુધવારે સવારે 10 વાગ્યે શરૂ થયેલું એન્કાઉન્ટર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. અંધારાના કારણે નવ કલાક બાદ ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ સુરક્ષા દળોએ બંને આતંકીઓને ઘેરી લીધા હતા.

 રાજોરી જિલ્લાના બાજીમલમાં ગુરુવારે બીજા દિવસે એન્કાઉન્ટર થયું. આ ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છેઅહીં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે.હાલ પણ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
વધુ મળતી વિગત અનુસાર ફાયરિંગ દરમિયાન પાકિસ્તાની આતંકી કોરી માર્યો ગયો છે. તેને પાક અને અફઘાન મોરચા પર તાલીમ આપવામાં આવી છે. કોરી લશ્કર-એ-તૈયબાનો ઉચ્ચ કક્ષાનો આતંકવાદી કમાન્ડર હતો. તે છેલ્લા એક વર્ષથી રાજોરી અને પૂંચમાં તેના જૂથ સાથે સક્રિય હતો. તેને ધાંગરી અને કાંડી હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ માનવામાં આવે છે.

આ આતંકવાદીઓને આ વિસ્તારોમાં આતંકવાદને પુનર્જીવિત કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તેને IED વાવવા, ગુફાઓમાંથી હુમલા કરવા અને પ્રશિક્ષિત સ્નાઈપર તરીકે તાલીમ આપવામાં આવી હતી. આ વર્ષે 1 જાન્યુઆરીએ રાજોરીના ધાંગરીમાં બેવડો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સાત લોકો માર્યા ગયા હતા આ આતંકી આ હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. જેને પણ ઠાર કરવામાં આવ્યો છે