રાજસ્થાનના ભરતપુરમાં બે લોકોથી ભરેલું સેનાનું હેલિકોપ્ટર ક્રેશ – ક્રેશ થયા બાદ હેલિકોપ્ટર બળીને ખાખ
- ભરતપુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ
- બે લોકો હતા સવાર
જયપુરઃ- રાજસ્થાનના ભરતપુરમાંથી આજરોજ સવારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે.મળતી વિગત પ્રમાણે ભરતપુર જિલ્લાના ઉચૈન પિંગોરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
આ સાથે જ જેવું હોલિકોપ્ટર ક્રેશ થયું તેવી તેમાં ભયાનક આગ લાગી હતી. માહિતી બાદ જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે ગામજનોના કહેવા પ્રમાણે તેઓએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો જેને લઈને તરત જ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા.
આ ઘટના આજરોજ શનિવારે સવારે બની હતી. અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. . દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ હેલિકોપ્ટર આગ્રાથી ઉડાન ભરીને ભરતપુરના ઉચૈન પોલીસ સ્ટેશન વિસ્તારના પિંગોરા ગામ પાસે પડ્યું હતું. તેના ટુકડા વેરવિખેર થઈ ગયા હતા. ફાઈટર પ્લેનમાં હવામાં આગ લાગી હતી.
આ સાથે જ એકઠા થયેલા ગામના લોકોએ હેલિકોપ્ટરમાં લાગેલી આગને ઓલાવાનો પ્રયાસ કર્યો હચો જો કે તેનો સફળ થયા ન હતા ગણતરીની મિનિટોમાં જ હેલિકોપ્ટર બળઈને ખાખ થઈ ચૂક્યું હતું.હાલ મળેલી જાણકારી પ્રમાણે આ હેલિકોપ્ટરમાં 2 લોકો સવાર હતા.જો કે તેઓ વિશે હાલ કોઈ સમાચાર મળ્યા નથી