જમ્મુ કાશ્મીરમાં સેનાએ એન્કાઉન્ટરમાં જેશના એક આતંકીને ઠાર કર્યો – એક જવાન સહીત 2 નાગરિકો ઘાયલ
- કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
- એક આતંકી ઠાર મરાયો
દિલ્હીઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે અવારનવાર આતંકીઓ દ્રારા અહીંની શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે ફરી જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે.માર્યો ગયેલો આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેનાની ઉગ્ર વિરોધી કાર્યવાહી દરમિયાન બે નાગરિકો અને એક જવાન પણ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.આ ઘટના પહેલા સેનાને આતંકવાદીઓની હાજરીની બાતમી મળી હતી આ માહિતીને પગલે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ કુલગામના બટપોરા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેના અને આતંકીઓ વચત્ચે ઘધર્ષણ સર્જાયું હતું.
પોલીસ અધિકારીએ આ મામલે વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમો શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધી રહી હતી ત્યારે સંતાયેલા આતંકવાદીઓએ સામેથી ગોળીબાર કરવાનું શરુ કર્યુંત્યારે સેનાના જવાનોએ પણ વળતા જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. જેમાં એક આતંકી ઠાર મરાયો હતો.
જો કે આ અથડામણની ઘટનામાં એક જવાન અને બે નાગરિકો ઘાયલ થયા છેજમ્મુ કાશ્મીર પોલીસ દ્રારા ટ્વીટ કરીને કહેવામાંમાં આવ્યું છે કે આ અથડામણમાં ઘાયલ થયેલા ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.