જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આતંકીઓની ઘુસણખોરીના પ્રયત્નો બાદ સેનાએ શરુ કર્યું ઓપરેશન, ઈન્ટરનેટ તથા ફોન સેવા કરાઈ બંધ
- જમ્મુમાં આતંકીઓનું ઘુસણખોરીનું કાવતરું
- સેનાએ શરુ કર્યું ઓપરેશન
- પ્રદેશમાં ઈન્ટરેનટ સેવાઓ બંધ કરાઈ
શ્રીનગરઃ-તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના ઉરી સેક્ટરમાં એક મોટા ઓપરેશનમાં સતત વ્યસ્ત જોવા મળી છે. ભારે સશસ્ત્ર આતંકવાદીઓના જૂથ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ બાદ ઉરી સેક્ટરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન છેલ્લા 30 કલાકથી ચાલી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 30 કલાકથી આ વિસ્તારમાં ઘૂસણખોરી વિરોધી કામગીરી ચાલી રહી છે. આ સાથે જ સુરક્ષાને ધ્યાનમાં લેતા વધારાના સૈન્ય દળને આ સ્થળે બોલાવવામાં આવ્યા છે અને મોટા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. સેનાના જણાવ્યા અનુસાર આ વર્ષે ઘુસણખોરીનો આ બીજો પ્રયાસ છે.
સેનાના એક ઉચ્ચ અધિકારીએ વર્તમાન પરિસ્થિતિને જણાવતા કહ્યું કે આ વર્ષે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી અને સરહદની બીજી બાજુ ઉશ્કેરણીની કોઈ ઘટનાઓ સામે આવી નથી. 15 કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ જણાવ્યું હતું કે, “આ વર્ષે યુદ્ધવિરામનું કોઈ ઉલ્લંઘન થયું નથી.આથી વધુમાં કહ્યું કે ભૂતકાળની જેમ, આ વર્ષે ઘૂસણખોરીના થોડા પ્રયત્નો થયા છે અને તેઓ ઉરી સેક્ટરમાં ઘૂસણખોરોની શોધમાં છે.
આ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે “છેલ્લા 24 કલાકથી ઉરીમાં એક ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં લાગી રહ્યું છે કે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને સેના દ્રારા તેઓની શોધ કરાઈ રહી છે.સેના સતત 30 કલાકથી ા સર્ચ ઓપશેરશ તલાવી રહી છે.