Site icon Revoi.in

પીર પંજાલની દક્ષિણી ટેકરીઓમાં સેનાએ ઓપરેશન ‘સર્પન્ટ ડિસ્ટ્રક્શન’નો આરંભ

Social Share

નવી દિલ્હીઃ પીર પંજાલની દક્ષિણી પહાડીઓમાં સુરંગ અને ગુફાઓ વિશાળ ખડકોથી બનેલી છે, જેનો ઉપયોગ 90ના દાયકામાં સરહદ પારથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતો હતો. ત્યારબાદ સેનાએ મોટી સંખ્યામાં તૈનાત કરીને અહીંથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરી દીધો હતો. તે સમયે અહીં એન્ટી ટેરરિસ્ટ ગ્રીડ બનાવવામાં આવી હતી પરંતુ તેને ખતમ કર્યા બાદ હટાવી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં શાંતિ આવ્યા બાદ સેનાની તૈનાતી પણ ઓછી થઈ ગઈ હતી પરંતુ હવે સેનાની અછતને કારણે આતંકીઓએ ફરીથી અહીં પોતાનો અડ્ડો બનાવી લીધો છે. 50 જેટલા આતંકવાદીઓ સરહદ પારથી ઘૂસણખોરી કરી ચૂક્યા છે. હાલમાં રાજૌરી, પૂંચમાં 12 અને ડોડા, રિયાસીમાં 20 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.

‘કાશ્મીર ટાઈગર્સ’, જે મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદનું બીજું નામ છે, તેણે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 78 દિવસમાં 11 આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકવાદીઓએ પીઓકેમાં તાલીમ લીધી છે. ગયા મહિને આતંકવાદી હુમલાઓ વચ્ચે, એક ગુપ્તચર અહેવાલમાં પુંછ અને રાજૌરી સેક્ટરમાં લગભગ 40 વિદેશી આતંકવાદીઓની હાજરીની માહિતી આપવામાં આવી હતી.
સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઓપરેશનની સમીક્ષા કરવા ગુરુવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આમ છતાં જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં ચાર કલાકના ગાળામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બે વખત ગોળીબાર થયો છે.

બુધવારે મોડી રાત્રે જિલ્લાના ભટ્ટા વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. ડોડા જિલ્લાના જંગલમાં ગુરુવારે વહેલી સવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે. કુપવાડા જિલ્લાના કેરન વિસ્તારમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.