Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ધોળા દિવસે બેંક મેનેજરની હત્યા કરનાર સહીત 2 આતંકીને કરાયા ઠાર,સેનાએ 13 દિવસમાં બદલો લીધો

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ધોળા દિવસે બેંક મેનેજરની હત્યા થઇ હતી.હત્યા કરનાર આતંકવાદીને ઠાર કરાયો છે. શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ આ આતંકીને ઠાર માર્યો હતો.ત્યાં કુલ બે આતંકવાદીઓ માર્યા ગયા છે.બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.માર્યા ગયેલા એક આતંકીનું નામ જાન મોહમ્મદ લોન જાણવામાં આવી રહ્યું છે.

વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી હતા, તેઓ કુલગામના મોહનપુરામાં બેંક મેનેજરના પદ પર હતા, આતંકવાદીઓએ તેમને બેંકની અંદર જઈને ગોળી મારી દીધી હતી.  કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના વધતા જતા મામલાઓને જોતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે.આ અરજીમાં CJI NV રમન્નાને કાશ્મીરમાં હિંદુઓના મોત અંગે સંજ્ઞાન લેવાનું કહેવામાં આવ્યું છે.

31 મેના રોજ કુલગામમાં મહિલા શિક્ષિકા રજનીબાલાની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.તે સાંબાની રહેવાસી હતી.કુલગામના ગોપાલપોરામાં તેની હત્યા કરવામાં આવી હતી.રજની ગોપાલપોરા હાઈસ્કૂલમાં શિક્ષિકા હતી.ફાયરિંગ બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ તેનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું.