સેના પસંદગી બોર્ડ એ લીધો ઐતિહાસિક નિર્ણયઃ 5 મહિલા અઘિકારીઓને કર્નલના પદ પર બઢતી આપવાની આપી મંજૂરી
- આર્મી સિલેકશન બોર્ડે પાંચ મહિલા અધિકારીઓની બઠતીનો નિર્ણ લીધો
- કર્નલ પદ પર થશે 5 મહિલાઓની ભરતી
દિલ્હીઃ દેશભરમાં અનેક ક્ષેત્રમાં મહિલાઓનો હવે દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશની રક્ષા કરતા ક્ષેત્રમાં પણ હવે મહિલાઓની બઢતી કરવામાં આવી રહી છે, ત્યાર હવે આર્મી સિલેક્શન બોર્ડ એ 5 મહિલા અધિકારીઓને કર્નલ પદ પર બઢતી કરવાની મંજૂરી આપી દીધી છે.રક્શામંત્રાયલે આ બબતને લઈને સોમવારના રોજ કહ્યું હતું કે, સેના પસંદગી બોર્ડે 26 વર્ષની સેવા પુરી કર્યા બાદ 5 મહિલા ઓધિકારીઓની બઢતી માર્ગ મોકળો કર્યો છે.
આ સમગ્ર બાબતને લઈને મંત્રાલયે કહ્યું કે આ પ્રથમ વખત છે જ્યારે સિગ્નલ કોર્પ્સ, ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ એન્જિનિયર્સ કોર્પ્સ અને કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓને કર્નલના પદ પર બઢતી માટે મંજૂરી આપવામાં આવી રહી છે.આ એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય.
આ પહેલા કર્નલના હોદ્દા પર બઢતી માત્ર આર્મી મેડિકલ કોર્પ્સ, જજ એડવોકેટ જનરલ અને આર્મી એજ્યુકેશન કોર્પ્સમાં મહિલા અધિકારીઓને લાગુ પડતી હતી. ‘કર્નલ ટાઇમ સ્કેલ’ રેન્ક માટે પસંદ થયેલ પાંચ મહિલા અધિકારીઓ સિગ્નલ કોર્પ્સમાંથી લેફ્ટનન્ટ કર્નલ સંગીતા સરદાના, EME કોર્પ્સમાંથી લેફ્ટનન્ટ કર્નલ સોનિયા આનંદ અને લેફ્ટનન્ટ કર્નલ નવનીત દુગ્ગલ અને કોર્પ્સમાંથી લેફ્ટનન્ટ કર્નલ રીનુ ખન્ના અને લેફ્ટનન્ટ કર્નલ રિચા સાગરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સરકારનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયના લગભગ એક અઢવાડિયાના સમયગાળા બાદ આવ્યો છે જેમાં મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડેમી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. આ પરીક્ષામાં માત્ર પુરૂષ વિદ્યાર્થીઓને જ બેસવા દેવામાં આવતા હતા. આ પગલું સેનામાં મહિલાઓના કાયમી કમિશન તરફ એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.