- કાશ્મીરમાં સેનાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
- સૈનિકોને વધારે મળશે શિક્ષણ
- કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા એમઓયુ સાઈન
શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહે તે માટે કાશ્મીર યુનિવર્સિટી સાથે હસ્તાક્ષર કર્યા છે. હવે તેનાથી સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહેશે.
“એમઓયુમાં જણાવ્યા મુજબ, કાશ્મીરમાં તૈનાત ભારતીય સૈનિકો કાશ્મીર યુનિવર્સિટી, ડિરેક્ટોરેટ ઑફ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકશે. સૈન્યના જવાનોને પૂરા પાડવામાં આવતા અભ્યાસક્રમોમાં છ મહિનાના સર્ટિફિકેટ કોર્સથી લઈને એક વર્ષનો ડિપ્લોમા કોર્સ અને બે વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ હશે.
જો કે આ ઉપરાંત બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પણ તેમની નાપાક હરકતો નથી છોડી રહ્યા. શ્રીનગરમાં રવિવારે સાંજે આતંકવાદીઓ દ્વારા એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટના શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે શોધખોળ ચાલુ છે.