Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાને મળી સફળતા – હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર ઠાર

Social Share

શ્રીનગરઃ- છેલ્લા ઘમા દિવસોથી ખીણ વિસ્તારમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં સેના પણ આતંકીઓને છાર કરવામાં પાછળ નથી એક બાદ એક આતંકીોનો ખાતમો થઈ રહ્યો છે ત્યારે હવે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાની મળી સફળતા મળી છે ,સેનાએ હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર ઠાર કર્યો છે.

કાશ્મીરી પંડિતોને નિશાન બનાવાની ઘટનાને લઈનેસુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે અને જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે સુરક્ષા દળો પણ ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે તેઓને આ સફળતા મળી છે.

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રાતે થયેલી અથડામણમાં એક સ્વ-શૈલી હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર માર્યો ગયો, જ્યારે ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી.એન્કાઉન્ટર બાદ માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે તેમને આતંકવાદી પાસેથી એકે 47 રાઈફલ અને અન્ય ઘણા હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કરીને કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના આતંકવાદી કમાન્ડર એચએમ નિસાર ખાંડે માર્યો ગયો છે. એક AK 47 રાઇફલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. અભિયાન ચાલુ છે.”