Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાને મળી મોટી સફળતા – સવારથી શરુ થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર

Social Share

શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના પ્રયત્નો કરતા રહેતા હોય છે જો કે સેના સતત ખડેપગે રહીને આતંકીઓની નાપાક હરકતને નિષઅફળ બનાવતી રહે છે ત્યારે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં વિતેલી રાતે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

પોલીસ અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે આજરોજ મંગળવારે ભારતીય સેના અને પોલીસને મોટી સફળતા મળી છે. કુપવાડામાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલાઓ આતંકીઓમાં એક પાકિસ્તાની આતંકવાદી પણ સામેલ છે. આ સાથે જ હાલ પણ કાર્યવાહી ચાલુ છે.

પોલીસે કુપવાડાના ચતારસ કાંડી વિસ્તારમાં એન્કાઉન્ટરની માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે એલઈટીના બે આતંકવાદીઓ માર્યા ગયા છે. તેણે કહ્યું કે આમાં એક પાકિસ્તાની આતંકવાદી તુફૈલ પણ સામેલ છે. આ વિસ્તારમાં સેના અને પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમા ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે જ્યારે હાલ પણ આ કાર્યવાહી શરુ છે.