Site icon Revoi.in

DRDO અને સેનાએ કર્યું ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ – ઝડપી ગતિથી ઉડતા વિમાનને ક્ષણમાં નાશ કરવાની ક્ષમતા

Social Share

 

દિલ્હીઃ- ભારત દેશ ત્રણેય સેનાને મજબૂત બનાવાની દિશામાં સલતત પ્રયત્નશીલ રહે છે તક્યારે દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવવા આથાગ પ્રયત્નો કરાઈ રહ્યા છે આવી સ્થિતિમાં ભારેત એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. જે હેઠળ આજરોજ ગુરુવારે ડીઆરડીઓ અને ભારતીય સેનાએ સપાટીથી હવામાં વાર કરવાની ક્ષમતા ધરાવનાર ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ  (QRSAM) મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. 

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન અને ભારતીય સેનાએ સંયુક્ત રીતે આ ઓડિશાના ચાંદીપુર  ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે સ્થિત લોન્ચ કોમ્પ્લેક્સમાંથી આ મિસાઈલ સિસ્ટમનું સફળતા પૂર્વક પરિક્ષણ કર્યું છે.

આ  મિસાઈલ સિસ્ટમના પરીક્ષણ દરમિયાન, વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ સર્જવામાં આવી હતી અને તેનું અવલોકન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને મિસાઇલ દરેક પરિસ્થિતિમાં લક્ષ્યને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં સક્ષમ છે કે નહીં તે જોવામાં આવ્યું .ડીઆરડીઓ અને ભારતીય સેનાએ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ ના 6 ફ્લાઈટ પરીક્ષણો સફળતાપૂર્વક કર્યા છે. 

આ પરિક્ષણ દરમિયાન લોંગ રેન્જ મીડિયમ એલ્ટીટ્યૂડ,લો રડાર સિગ્નેચર, શોર્ટ રેન્જ , હાઈ એલ્ટીટ્યૂડ મેન્યુવરી ટાર્ગેટ ,ક્રોસિંગ ટાર્ગેટ્સ અને બન્ને મિસાઈલને એક પછી એક હવામાં છોડીને લક્ષ્યને બચાવા અને ખતમ કરવાની સમિક્ષા કરવામાં આવી હતી, આ પરિક્ષણ દિવસ અને રાત્રિ એમ બંને સ્થિતિમાં  કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે QRSAM મિસાઈલ 25 થી 30 કિમીની રેન્જમાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેને ક્વિક રિએક્શન મિસાઈલ તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. તેમાં ઓલ-વેધર સિસ્ટમ છે. આવી મિસાઈલ ટાર્ગેટને ઓળખીને ટાર્ગેટને મારવાની ક્ષમતા ધરાવે છે. 

આ સાથે જ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરિક્ષણ માટે ડીઆરડીઓ અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે QRSAM શસ્ત્ર પ્રણાલી સેનાની તાકાત વધારનાર સાબિત થશે.