લદ્દાખમાં હિમસ્ખલનની ઝપેટમાં સેનાની ટીમ, એક જવાન શહીદ, ત્રણ સૈનિક ગુમ
લદ્દાખઃ- તાજેતરમાં લદ્દાખ ક્ષએત્રમાં હિમસ્ખલનની ઘટનાઓ વઘી રહી છે આવી સ્થિતિમાં અહીં તૈનાત સેનાના જવાનોની મુશ્કેલીઓ વઘી રહી છે સેનાની ટીમ પણ હિમસ્ખલનની ઝપેટમાં આવી છે જેમાં એક જવાન શહીદ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસના રોજ લદ્દાખમાં, ભારતીય સેનાની એક ટીમ માઉન્ટ કુન પાસે હિમપ્રપાતનો ભોગ બની હતી. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર હિમસ્ખલનમાં એક સૈનિકના મોતની માહિતી સામે આવી છે.
આ મમાલે કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય લાપતા જવાનોની શોધખોળ ચાલુ છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ત્રણ સૈનિકો લાપતા છે. તેમણે કહ્યું કે માઉન્ટ કુન પાસે હિમસ્ખલનને કારણે એક સૈનિકનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ લાપતા છે.
આ બબાતની વઘુ માહિતી પ્રમાણે હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ (HAWS) અને આર્મીની આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 જવાનોની ટુકડી માઉન્ટ કુન નજીક નિયમિત તાલીમ પ્રવૃત્તિઓમાં સામેલ હતી. “ટ્રેન ધ ટ્રેઈનર” કોન્સેપ્ટ હેઠળ HAWS સહભાગીઓને યોગ્ય પર્વતારોહણ તાલીમ આપવાના ઉદ્દેશ્ય સાથે આ સિઝન દરમિયાન આવી કસરતો યોજાતી રહે છે,” તેમણે કહ્યું. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે 8 ઓક્ટોબરે ટ્રેનિંગ ક્લાઇમ્બ દરમિયાન સેનાની ટુકડીને ભારે હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો.
હાલ પણ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે ચાર સૈન્ય કર્મચારીઓ નીચે ફસાયા હતા. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હજુ પણ ચાલુ છે. ખતરનાક સર્ચ ઓપરેશન દરમિયાન હિમસ્ખલનનો ભોગ બનેલા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.
tags:
LADDAKH