શ્રીનગરમાંથી લશ્કરના આતંકવાદીના સહયોગીની કરાઈ ધરપકડ – 10 લાખ રોકડા અને ડ્રગ્સ પણ ઝડપાયું
- શ્રીનગરમાં આતંકવાદીનો સહયોગી ઝડપાયો
- 10 લાખ રુપિયા અને ડ્રગ્સ પણ ઝપ્ત
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં અવાર નવાર સતત આતંકીઓ અશાંતિ ફેલાવતા રહેતા હોય છે ,કેટલાક લોકો આતંકવાદીઓને સહયોગ પણ આપતા હોય છે આવા લોકો સામે પોલીસ તથા સેના લાલ આઁખ કરીને ઓપરેશન ચલવે છે અને તેની ઝડપી પાડે છે ત્યારે લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી સહાયકની શ્રીનગરમાં 9 લાખ 95 હજાર રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી છે.
One Terror associate of LeT namely Farzan Farooz S/o Farooz Mir R/o Pampore arrested on a naka. Proceeds of terror worth Rs 9,95,000, 450 grams of Heroine, letter pads of LeT, Matrix sheets, Bike etc recovered. FIR 02/23 in sections of UAPA & NDPS act registered in kothibagh PS. pic.twitter.com/BbRZIh3GA8
— Srinagar Police (@SrinagarPolice) January 10, 2023
આ ધરપકડને લઈને પોલીસે માહિતી આપી હતી કે ફરહાન ફારૂક નામના આરોપીની વિતેલા દિવસને મંગળવારના રોજ ચેક પોસ્ટ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. શહેર પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, “લશ્કરના એક આતંકવાદી સહયોગી ફરઝાન ફારૂક, પુત્ર ફારૂક મીર, પમ્પોરના રહેવાસી, એક નાકા પર ધરપકડ કરવામાં આવી હતી.
આ સહીત કહેવામાં આવ્યું છે તે આ આતંકીના સહયોગી પાસેથી 9 લાખ 95 હજાર રૂપિયા, 450 ગ્રામ હેરોઈન, લશ્કરના લેટર પેડ્સની કિંમતની આતંકવાદી કાર્યવાહી , મેટ્રિક્સ શીટ અને બાઇક વગેરે મળી આવ્યા હતા.આ આતંકી સામે કોઠીબાગ પોલીસ સ્ટેશનમાં UAPA અને NDPS એક્ટની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.”