કાશ્મીરમાં સેનાનું પરાક્રમ, લશ્કર-એ-તૈયબાના નેટવર્કનો પર્દાફાશ કર્યો અને 5 આતંકવાદીઓની ધરપકડ કરી
શ્રીનગર: કાશ્મીરમાં સેનાનું પરાક્રમ ફરીવાર આતંકવાદીઓ માટે કાળ બની ગયું છે. જ્યારે જ્યારે પણ આતંકવાદીઓ દ્વારા ભારત વિરોધી ક્રૃત્ય કરવામાં આવ્યુ છે ત્યારે સેનાએ તેમને ઠાર કર્યા છે. આવામાં હવે ફરીવાર સેનાએ આતંકવાદી સામે મોટી સફળતા હાંસલ કરી છે.
પુલવામા પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સહયોગીઓના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે દક્ષિણ કાશ્મીર જિલ્લામાં અનેક ગ્રેનેડ હુમલાઓ સાથે સંબંધિત કેસોની તપાસ કરી રહી છે. પોલીસે તપાસ દરમિયાન પાંચ આતંકીઓની ધરપકડ કરી છે.
આ બાબતે જમ્મુ અને કાશ્મીરની પોલીસે જણાવ્યું કે તેમની ઓળખ શૌકત ઇસ્લામ ડાર, એજાઝ અહેમદ લોન, એજાઝ ગુલઝાર લોન, મંજૂર અહેમદ ભટ અને નાસિર અહેમદ શાહ તરીકે કરવામાં આવી છે. જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોડ્યુલ સ્લીપર સેલ તરીકે કામ કરતું હતું અને તે શસ્ત્રો અને દારૂગોળાની ખરીદી તેમજ પરિવહનમાં સામેલ હતું. તેઓ તેમના પાકિસ્તાની (Pakistan) આકાઓના ઈશારે સુરક્ષા દળો પર અનેક ગ્રેનેડ હુમલાઓમાં પણ સામેલ હતા. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. કાકાપોરા પોલીસ સ્ટેશનમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી, તેના બદલે તેઓએ અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરીને, સંયુક્ત ટીમોએ તેમને બચાવ્યા અને તેમને સુરક્ષિત સ્થાનો પર ખસેડ્યા. ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી, જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનનો નવનિયુક્ત જિલ્લા કમાન્ડર મુદાસિર એન્કાઉન્ટરમાં માર્યો ગયો.