Site icon Revoi.in

આર્મીનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ રાજસ્થાનમાં ક્રેશ, વિમાન ઘાબા પર પડતા 3 લોકોના મોત, 2 પાયલોટનો પેરાશૂટની મદદથી બચાવ

Social Share

જયપુરઃ- ભારતીય વાયુસનેમાં હેલોકિપ્ટર ક્રેશ થવાની ઘટના વધી છે ત્યારે બાદ હવે વાયુસેનાનું મિગ 1 એરક્રાફ્ટ ક્રેશ થવાની આજરોજ ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર આ ઘટના રાજસ્થાનમાં બની છે.

મળતી માહિતી પ્રમાણે આજે સવારેભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ  દેશના રાજ્ય રાજસ્થાનના હનુમાનગઢ નજીક ક્રેશ થયું હતું.  આ વિમાને ગુજરાતના સિટી સુરતગઢથી ઉડાન ભરી હતી. જો કે આ ઘટનામાં બન્ને પાયલોટ સુરક્ષિત રીતે બચી ગયા છે.

જ્યારે આ એરક્રાફ્ટ રાજસ્થાનના હનુમાનગઢ નજીકથઈ સપાર થઈ રહ્યું હતુ ત્યારે આ ઘટના બનતા બન્ને પાયલોટ જેમાં એક પાયલોટ અને કો-પાયલટે સમયસર પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદકો મારી દીધઓ હતો જેને કારણે કારણે બંનેનો જીવ બચી ગયા હતા.

જો કે જ્યારે આ ઘટના બની ત્યારે આ એરક્રાફ્ટ મકાનના ઉપરથી સપાર થતું હતુ ક્રેશ થતા આ વિમાનનો કાટમાળ એક ઘરના ઘાબા પર પડ્યો હતો જ્યા ઘરના સભ્યો સુતા હતા જેને  કારણે ત્રણ મહિલાઓનું નીપજ્યું હતું. જો કે એરફોર્સ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ સહીત આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાની પણ માહિતી છે આ બાબતને લઈને એસપી સુધીરે જણાવ્યું કે મિગ 21 વિમાન એક ઘર પર પડ્યું. ફાઈટર જેટ  ક્રેશમાં બે લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવાયો છે અને હાલ સારવાર હેઠળ છે.ઘટના બાદ લોકો અહી એકઠા થઈ ગયા હતા.