જમ્મુ કાશ્મીરમાં સેનાની મળી સફળતા, ઘુસણખોરી કરતા બે આતંકીઓ ઠાર મરાયા
શ્રીનગરઃ- જમ્મુ રાસ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે પાકિસ્તાની દ્રારા અહી ઘુસણખોરીની અવાર નવાર ઘટનાઓ સામે આવી છએ જો કે સેનાના જવાનો સરહદ પર પેની નજર રાખઈને આ પ્રકારની ઘુસણખોરી અટકાવી રહ્યા છએ ત્યારે વિતેલવી રાત્રે સેનાના જવાને આ પ્રકારની ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ કુપવાડા જિલ્લાના જુમાગુંડ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસ કરતા આતંકવાદીને ઠાર માર્યો હતો. હાલ પણ અહી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
વઘુ વિગત અનુસાર, કુપવાડા પોલીસ અને સેનાની 2જી બિહાર યુનિટની સંયુક્ત ટીમે જિલ્લાના જુમાગુંડ સેક્ટરમાં ભારત-પાકિસ્તાનની નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરી કરનાર એક આતંકવાદીને ઠાર માર્યો છે. પોલીસ અને સેનાના જવાનો મોરચા પર ઉભા છે. હજુ ઓપરેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે કુપવાડામાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.