જમ્મુ-કાશ્મીર:ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલો કરવાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.આ દરમિયાન બે આતંકવાદીઓ અને બે મદદગારોની ધરપકડ કરવામાં આવી છે.જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.તેમના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો, વિસ્ફોટકો અને IED તૈયારી સામગ્રી મળી આવી હતી.તેમને સરહદ પારથી IED દ્વારા જાહેર સ્થળોને બ્લાસ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે,બાંદીપોરા પોલીસે આર્મીની 13 રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPFની ટીમ સાથે મળીને ગુંડબલ નર્સરીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું,.આ દરમિયાન લશ્કર સાથે જોડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.તેમની ઓળખ રખ હાજીન નિવાસી મુસૈબ મીર ઉર્ફે મોયા અને ગુલશનાબાદ હાજીનના રહેવાસી અરાફત ફારૂક વાગે ઉર્ફે ડો.આદિલ તરીકે કરવામાં આવી છે.
તેમની પાસેથી એક એકે-47 રાઇફલ, એક એકે-56 રાઇફલ, ચાર એકે મેગજીન, કારતુસ, આરડીએક્સ પાવડર, કિલે, બોલ બેરિંગ, 9 બોલ્ટ બેટરી, ડેટોનેટર, આઇઇડી મિકેનિઝમ સર્કિટ, રિમોટ કંટ્રોલ, લૂઝ વાયર, લોખંડની પાઇપ મળી આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, સંયુક્ત ટીમે પૂછપરછના આધાર પર આતંકવાદીઓના સુત્રધાર ઈમરાન મજીદ મીર ઉર્ફે ઝફરભાઈ, વાંગીપોરા સુમ્બલના રહેવાસી અને સુરૈયા રશીદ વાની ઉર્ફે સેન્ટી ઉર્ફે ઉર્ફતાબીશ, વહાબ પારે મહોલ્લા હાજિનના રહેવાસી, બે હેન્ડ ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી સાથે ધરપકડ કરી હતી.