જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં લશ્કરના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ, સાત આતંકવાદીઓ દબોચાયા
- જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેનાને મળી મોટી સફળતા
- લશ્કરના આતંકીઓના પર્દાફાશ
- 7 આતંકવાદીઓ ની ધરપકડ કરાઈ
શ્રીનગર –જમ્મુ કાશ્મીર એવો વિસ્તાર છે કે જ્યા પાડોશી દેશ પાકરિસ્તાનની નાપાક નજર હંમેશા રહે છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને તેમના તમામ નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે,ત્યારે ફરી એક વખત જમ્મુ પોલીસને અને સેનાને મોટી સફળતા આતંકી મામલે પ્રાપ્ત થઈ છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ અને કાશ્મીર પોલીસે જમ્મુ અને રાજૌરી જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવાનો દાવો કરીને પ્રતિબંધિત સંગઠનના સાત સભ્યોની ધરપકડ કરી હોવાની માહિતી મળી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે લશ્કર-એ-તૈયબાના ત્રણ મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ જમ્મુમાં આતંકવાદના મોટાભાગના કેસ ઉકેલાઈ ગયા છે. લશ્કરનું આ મોડ્યુલ શહેરના ખાટીકા તાલાબ વિસ્તારમાં બે વર્ષથી વધુ સમયથી સક્રિય હતું. તે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા છોડવામાં આવતા શસ્ત્રો અને વિસ્ફોટકોને એકત્ર કરવા માટે વપરાય છે.
જમ્મુ ડિવિઝનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંઘે જણાવ્યું હતું કે, “ લશ્કરના ત્રણ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે જે સરહદ પારથી સૂચનાઓ પર ચાલતા હતા. આતંકવાદી નેટવર્કના સાત સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જેનાથી જમ્મુમાં લશ્કરને ફટકો પડ્યો છે.”વધુમાં જણાવ્યું કે રાજૌરી જિલ્લામાં બે મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને લશ્કર-એ-તૈયબાના પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જમ્મુ જિલ્લામાં, એક મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને લશ્કર-એ-તૈયબાના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.આમ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે
પોલીસ અધિકારીએ કહ્યું કે તે ફૈઝલ મુનીર ચલાવી રહ્યો હતો, જે ખાટીકા તાલાબ વિસ્તારનો છે. તેણે કહ્યું કે મુનીરને લશ્કરના આતંકવાદી બશીર ડોડાએ સૂચના આપી હતી, જે હાલમાં પાકિસ્તાનમાં છે, જ્યારે અન્ય આતંકવાદીનું કોડ નેમ આલ્બર્ટ હતું.
જાણકારી પ્રમાણે , બે એકે રાઇફલ્સ, છ પિસ્તોલ, ત્રણ સાયલેન્સર, આઠ ગ્રેનેડ, ત્રણ યુબીજીએલ, છ પિસ્તોલ મેગેઝિન, છ એકે રાઇફલ્સ, 120 કારતુસ સહિત મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો પણ ઝપ્ત કરવામાં આવ્યા છે.