Site icon Revoi.in

કોરોનાવાયરસ: ચીનમાં 18 લોકો ‘ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’થી સંક્રમિત

Social Share

દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસના નવા વેરિયન્ટના કારણે સંક્રમણ વધ્યું હોય તેવા અનેક મીડિયા રિપોર્ટ પ્રકાશિત થયા છે, આ નવા વેરિયન્ટ એટલે કે ‘ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’ ચીનના લોકોમાં પણ જોવા મળ્યું છે. ચીનમાં 18 લોકો કોરોનાવાયરસના ‘ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’થી સંક્રમિત જોવા મળ્યા છે જે ચીંતાનો વિષય છે.

ચીનના સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેંશને જણાવ્યું કે ભારતથી આવનારા યાત્રીઓમાં મોટા પ્રમાણમાં આ સંક્રમણ હોવાની આશંકા હતી, પણ કડક નિયમો અને સ્ક્રિનિંગના કારણે આ જોખમને ટાળી દેવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે CDCએ પોતાના સાપ્તાહિક પ્રકાશનમાં જણાવ્યું હતુ કે હાલમાં જ ત્રણ ચાઈનીઝ નાગરિક કાંઠમાંડુ થઈને ભારતથી ચીન પરત આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વધારે જાણકારી પ્રાપ્ત કરતા તે પણ જાણવા મળ્યુ હતુ કે જે ચાઈનીઝ નાગરિકો ભારતથી આવ્યા હતા તેઓ દિલ્લીની એક મોબાઈલની કંપનીમાં કામ કરતા હતા.

સીડીસીના મુખ્ય રોગશાસ્ત્રી વુ ઝુન્યોઉએ ગયા ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં પાયમાલી લગાવી રહેલો કોરોના વેરિએન્ટ પણ આપણા કેટલાક શહેરોમાં મળી આવ્યો છે, જેનાથી બધા ચિંતિત છે. જો કે, તેમણે શહેરોના નામ જાહેર કર્યા નથી. નોંધપાત્ર વાત એ છે કે ચીનને કારણે કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. અમેરિકા સહિતના ઘણા દેશો આ રોગચાળા માટે ચીનને દોષી માને  છે.

કોરોનાવાયરસ ક્યાંથી અને કેવી રીતે ફેલાવાનું શરૂ થયુ, તેના વિશે આજ સુધી કોઈ સટીક માહિતી આપી શક્યું નથી પણ હાલ કોઈ એવો દેશ નથી કે જ્યાં કોરોનાવાયરસના કેસ નોંધાય ન હોય. ચીન પર હંમેશા શંકા ઉભી થતી રહી છે કે વાયરસ ચીનથી ફેલાયો છે.