રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં અંદાજે 69 ટકા જેટલુ મતદાન, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકો માટે આજે સવારતી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરુ થયું હતું. સાંજના પાંચ વાગ્યા સુધી એકંદરે લગભગ 69 ટકા જેટલુ મતદાન થયું હતું. જો કે, કેટલાક સ્થળોએ મારા મારીને છુટા છવાયા બનાવો બન્યાં હતા. 2013માં રાજસ્થાનમાં સૌથી વધુ 75.69 ટકા મતદાન થયું હતું. આ પછી, 2018 માં તે 74.71 ટકા હતો. જો કે આ વખતનું મતદાન અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલ સવાર સુધી મતદાનના આંકડા અપડેટ થતા રહેશે. મતદાનની ટકાવારીમાં બે થી ત્રણ ટકાનો વધારો થવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં તિજારામાં 82 ટકા મતદાન થયું હતું. છેલ્લી ચૂંટણીમાં શિવને 79.77 ટકા અને બાયતુમાં 82.55 ટકા વોટ પડ્યા હતા.
રાજસ્થાનના અજમેરમાં 65.75%, અલવરમાં 69.71%, ઉદયપુરમાં 64.98%, પોકરણમાં 81.12%, હનુમાનગઢમાં 75.75%, ધૌલપુરમાં 74.11%, ઝાલવારમાં 73.37%, જાલવરમાં 76%, શિવાલયમાં 75.57%. સરદાર શહેરમાં 75.26%, 71.74% અને સરદારપુરામાં 61.30% મતદાન થયું હતું. જ્યારે મયે, નાગૌરમાં સાંજે 5 વાગ્યા સુધી 73.60 ટકા મતદાન થયું હતું. અહીંથી જ્યોતિ મિર્ધા અને તેમના કાકા વચ્ચે ટક્કર છે. આ સાથે ટોંકમાં 68.55 ટકા, નાથદ્વારામાં 70.02 ટકા, લક્ષ્મણગઢમાં 72.59 ટકા અને હવામહલમાં 70.02 ટકા મતદાન થયું હતું. રાજસ્થાનમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આગામી 3 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે. રાજસ્થાનની 199 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તેમજ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં છે.