- જમ્મુ કાશ્મીરમાં લશ્કરના 2 આતંકીઓ પકડાયા
- 15મી ઓગસ્ટના ગ્રેનેડ હુમલામાં હતા સામેલ
દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ પર બડગામમાં થયેલા ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાના સંબંધમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી છે
જાણકરવામાં આવી છે કે બડગામ પોલીસે 15 ઓગસ્ટે ગોપાલપુરામાં થયેલા ગ્રેનેડ હુમલાના આતંકીઓની ધરપકડ કરી લીધી છે. લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ સાહિલ વાની અને અલ્તાફ ફારૂક અમીરની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ વાહન જપ્ત કરવામાં આવ્યું છે. અને અન્ય જીણવટભરી તપાસ પણ હાલ ચાલુ જ છે.
ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે બડગામ જિલ્લાના ગોપાલપુરા ચદૂરામાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં કૃષ્ણ કુમાર નામનો વ્યક્તિ ઘાયલ થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે કેસની તપાસ દરમિયાન, સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું છે કે સ્કૂટી પર બે શંકાસ્પદ લોકો ગ્રેનેડ ફેંકવાની ઘટનામાં સામેલ હતા. શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ટાંગનાર ક્રાલ્પોપારા ચદૂરાનો રહેવાસી સાહિલ અહેમદ વાની હુમલામાં સામેલ હતો.ત્યાર બાદ પોલીસે તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા તેણે કબૂલ્યું હતું કે તેણે અને મુખ્ય કાવતરાખોર અલ્તાફ ફારૂક ઉર્ફે આમીરે આ ગુનો કર્યો હતો. આ પછી દરોડા પાડીને ફારૂકની ધરપકડ કરવામાં આવી હતી,