દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં કિશોરને માતા-પિતા સાથે તકરાર થતા યુવાન ઘર છોડીને નીકળી ગયો હતો અને ભારત સરહદે આવીને ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન સુરક્ષા જવાનોએ તેને ઝડપી લીધો હતો. ભારતીય સુરક્ષા જવાનોએ તેની કરેલી પૂછપરછમાં હકીકત સામે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અંતે તેને બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીને સોંપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં બોર્ડર આઉટપોસ્ટ, રાજાનગર, 117મી બટાલિયનની ફરજ પરના સૈનિકોએ તેમના વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ હતી. જેથી તપાસ કરીને બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી. આ બાંગ્લાદેશી નાગરિકની ઓળખ મોહમ્મદ આશિક અલી (ઉંમર 20 વર્ષ), તરીકે થઈ હતી.
બાંગ્લાદેશી નાગરિકે તપાસમાં જણાવ્યું કે, તે 11મા ધોરણનો વિદ્યાર્થી છે. તેના માતા-પિતા સાથે ઝઘડા પછી ઘરેથી ભાગી ગયો હતો અને અજાણતા બાંગ્લાદેશથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યો હતો, પરંતુ ભારતીય સરહદમાં પ્રવેશતા જ BSF દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય સુરક્ષા એજન્સીએ બાંગ્લાદેશી વિદ્યાર્થીને ફ્લેગ મીટિંગ કર્યા બાદ સદ્ભાવના સંકેત તરીકે BGBને સોંપવામાં આવ્યો છે.
દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના જનસંપર્ક અધિકારીએ કહ્યું કે, અમારા જવાનો આંતરરાષ્ટ્રીય સરહદે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા લોકો પર પણ નજર રાખે છે. BSF દ્વારા ધરપકડ કરાયેલ બાંગ્લાદેશી વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ન હોવાનું જણાયા પછી, સુરક્ષિત BGB, બાંગ્લાદેશને સોંપવામાં આવ્યો.
(Photo-File)