Site icon Revoi.in

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ,AAP આજે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયાની ધરપકડથી સમગ્ર રાજકારણમાં હલચલ મચી ગઈ છે.આમ આદમી પાર્ટી આ ધરપકડને તાનાશાહી ગણાવી રહી છે, જ્યારે વિપક્ષ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે જોરદાર વિરોધ પ્રદર્શન કરશે.પાર્ટીના કાર્યકરો આજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે.આ સાથે દિલ્હીમાં દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયની બહાર ધરણા પણ કરવામાં આવશે.પ્રદર્શન સોમવારે એટલે કે આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે ટ્વીટ કરીને કહ્યું કે, દેશના લાખો બાળકોના ભવિષ્યને ઘડનાર શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની નકલી કેસમાં ધરપકડ કરવામાં આવી છે.આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો સોમવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે.

મનીષ સિસોદિયાની સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરી હતી.આ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. સિસોદિયા રવિવારે સવારે 11.10 વાગ્યે CBI હેડ ઓફિસ પહોંચ્યા ત્યારે તેમની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. સિસોદિયાની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.