Site icon Revoi.in

બિહારમાં કોર્પોરેટ લુક ધારણ કરીને મોંઘી મોટરકારમાં બાળકોના અપહરણ કરતી ગેંગ ઝબ્બે

Social Share

દિલ્હીઃ બિહારમાં બાળકોનું અપહરણ કરીને તેમના પરિવાર પાસેથી ખંડણી વસુલતી કુખ્યાત ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસલેથી મોંઘ મોટરકાર અને પાંચ મોબાલાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અનેક ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ સુટ-બુટ પહેરીને મોંધી કારમાં ગુનાને અંજામ આપવા જતા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

સિનિયર પોલીસ અધિક્ષક આદિત્ય કુમારે જણાવ્યું કે આરોપીઓ ગેંગ બનાવીને કિશોરોનું અપહરણ કરતા હતા. મુફાસિલ અને વજીરગંજમાં બે કિશોરોનું અપહરણ કરીને ખંડણીની માંગણી કરવામાં આવી હતી. બંને કેસમાં પોલીસે ગુનાના થોડા કલાકો પછી કિશોરોને શોધી કાઢ્યા હતા, પરંતુ આરોપી પકડાયા ન હતા. આરોપીઓને ઝડપી લેવા માટે SITની રચના કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે ગયા અને નવાદા જિલ્લામાં દરોડા પાડ્યા હતા. દરોડામાં રોહન કુમાર, શિવમકુમારને ઝડપી લીધા હતા. આ ઉપરાંત રવિકુમાર સિંહ, હરિઓમ સિંહ અને વિકાસ કુમારની સંડોવણી ખુલતા પોલીસે તેમને પણ ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી.

એસએસપીએ જણાવ્યું કે સાત વર્ષના મોહિત કુમારનું 3 નવેમ્બરે રસલપુરમાં ઘર નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસના દરોડાને કારણે અપહરણકારો તેને બંધુઆ સ્ટેશન પાસે છોડીને ભાગી ગયા હતા. પીડિતાના પરિવાર પાસેથી રૂ. 6 લાખની ખંડણી માંગવામાં આવી હતી. સૂરજ નામના બાળકનું અપહરણ કરીને 20 લાખની ખંડણી માંગી હતી. એસએસપીએ કહ્યું કે ધરપકડ કરાયેલા ગુનેગારો એટીએમનું ક્લોન કરે છે. તેણે અખબારમાં જાહેરાતો આપીને છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું છે.