Site icon Revoi.in

દેશદ્રોહ જેવી ઘટના: પૈસાની લાલચમાં દેશને દગો આપતા સેનાના બે જવાનોની ધરપકડ

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ માટે કથિત રૂપે જાસુસી કરવાના કેસમાં પંજાબ પોલીસે ભારતીય સેનાના બે જવાનોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ સિપાહી હરપ્રીત સિંહ (ઉ.વ. 23) અને સિપાહી ગુરભેજસિંહ (ઉ.વ. 23) તરીકે થઈ છે. હરપ્રીત જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં તૈનાત હતો અને 19 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે જોડાયેલો હતો. જ્યારે ગુરુભેજ કારગિલમાં ક્લર્ક તરીકે કાર્ય કરતો હતો અને શિખ લાઈટ ઈન્ફેટ્રી સાથે જોડાયેલો હતો.

પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ જમાવ્યું હતું કે, બંને આરોપીઓ દેશની રક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત 900થી વધારે ગુપ્ત દસ્તાવેજોના ફોટા સીમાપાર તસ્કર રણવીર સિંહને ફેબ્રુઆરીથી મે 2021 સુધીમાં પુરા પાડ્યાં છે. રણવીરસિંહ આ દસ્તાવેજ પાકિસ્તાનમાં બેઠેલા આક્કાઓને પુરા પાડતો હતો. એનડીપીએસના એક કેસની તપાસમાં રણવીરસિંહ પાસેથી ભારતીય સેનાના ગુપ્ત દસ્તાવેજ મળી આવ્યાં હતા. પોલીસે આરોપી રણવીરસિંહને 70 ગ્રામ હેરોઈન સાથે ઝડપી લીધો હતો.

ડીજીપીએ વધુમાં જણાવ્યું હતું કે, રણવીરની પૂછપરછમાં અનેક ખુલાસા થયાં છે. આ દસ્તાવેજ હરપ્રીત પાસેથી મળ્યાં હોવાનું ખૂલ્યું હતું. બંને મિત્રો છે અને એક ગામના છે. તેમજ ગુપ્ત દસ્તાવેજ માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી. નાણાની લાલચમાં આવી ગયેલા હરપ્રીત સિંહ પોતાના મિત્ર ગુરભેજસિંહને પણ આ પ્રકરણમાં સામેલ કર્યો હતો.

ગુરભેજ કારગિલમાં 121 ઈન્ફેંટ્રી બ્રિગેડ મુખ્યાલયનો ક્લાર્ક છે એટલે સેનાની ગુપ્ત દસ્વાજેનો તેઓ સરળતાથી મેળવી શકતા હતા. રણવીર આ દસ્તાવેજ પાકિસ્તાન આઈએસઆઈના આકાઓને સીધા અથવા અમૃતસરના દાઉકે કામના તસ્કર ગોપીના માધ્યમથી મોકલતો હતો. ગોપી આઈએસઆઈના અધિકારીઓ અને પાકિસ્તાનમાં માદક દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સોના સંપર્કમાં હતો. રણવીરને પાકિસ્તાનથી દસ્તાજેવના બદલામાં હેરોઈન અને નાણા પુરા પાડવામાં આવતા હતા. ગુપ્ત દસ્તાજેવ એનક્રિપ્ટેન એપ મારફતે મોકલવામાં આવતા હતા.