જમ્મુ કાશ્મીરમાં હથિયારો સાથે 3 સ્થાનિક આતંકીઓની કરાઈ ધરકપડ
- જમ્મુ કાશ્મીરમાં હથિયારો સાથે 3 આતંકીઓ ઝડપાયા
- બાતમીના આધારે કરાઈ ધરકપડ
- ત્રણેય સ્થાનિક હોવાની માહિતી
શ્રીનગરઃ જમમ્ુ કાશ્મીર એવો પ્રદેશ છે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે અહી તેઓ શાંતિનો ભઁગ કરવાના પ્ર.ત્નોમાં લાગેલા હોય છે જો કે સેના દ્રારા સતત આતંકી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપી તેમના નાપાક ઈરાદાને નાકામ કરવામાં આવતા હોય છે ત્યારે હવે મોડી સુરક્ષા દળોએ શુક્રવારે રાત્રે ગાંદરબલ જિલ્લાના સુહામા વિસ્તારમાંથી બે પિસ્તોલ, ત્રણ મેગેઝીન, બે ચાઈનીઝ ગ્રેનેડ અને 15 ગોળીઓ સાથે ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી.
આ સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર, સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓની વાનીહામાથી ડિગનીબલ તરફ જવાની સૂચનાના આધાર પર તપાસ શરુ કરી હતી. આ દરમિયાન ત્રણ શકમંદોએ ચેક પોસ્ટ જોઈને ભાગવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, જો કે તેઓ ઝડપાઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાંથી બે શોપિયાંના અને એક કુલગામનો છે.
બીજી તરફ ગઈકાલે બપોરે શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં પોલીસકર્મીઓને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આરોપીઓને શોધવા માટે પોલીસ અને અન્ય કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.