Site icon Revoi.in

ભારતમાં વર્ષો બાદ ચિત્તાના આગમન પર PM મોદીએ કહ્યું, ‘દાયકાઓ પહેલાની જૈવ વિવિધતાની કડી જે તૂટી હતી જે આજે જોડવાની તક મળી’

Social Share

દિલ્હીઃ- આજે પીએમ મોદી પોતાનો 72 મો જન્મદિવસ મનાવી રહ્યા છએ આજના આ ખાસ દિવસે આફ્રીકાના નામીબિયા દેશમાંથી 9 ચિતાઓ  ખાસ વિમાન મારફત મંગાવીને મધ્યપ્રદેશના કુના પાર્કમાં  પીએમ મોદીની હાજરીમાં છોડવામાં આવ્યા છે ત્યારે આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ દેશની જનતાનું સંબોધન કર્યું હતું.

કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી ચિત્તાઓને મુક્ત કર્યા બાદ કહ્યું હતું કે, જૈવવિવિધતાની વર્ષો જૂની કડી જે દાયકાઓ પહેલા તૂટી ગઈ હતી, જેને આજે ફરીથી જોડવાની તક સાપંડી છે, ફરી  આજે ચિત્તા ભારતની ધરતી પર પરત ફર્યા છે અને આ ચિતાઓની સાથે ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના પણ જાગૃત થઈ છે.

આ સાથે જ પીએમ મોદીએ નામીબિયા સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો ભારતમાં આ ચિત્તા માકલવા માચે કહ્યું કે આપણા મિત્ર દેશ નામીબિયા અને ત્યાંની સરકારનો પણ આભાર માનું છું, જેમના સહયોગથી ચિતાઓ દાયકાઓ પછી ભારતની ધરતી પર પાછા ફર્યા છે. “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે 1952 માં દેશમાંથી ચિત્તાઓને લુપ્ત જાહેર કર્યા હતા,આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે આજે આઝાદીના અમૃત સમયમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિતાઓનું પુનર્વસન કરવા લાગ્યો છે જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણ સુરક્ષિત છે તો આપણું ભવિષ્ય પણ સુરક્ષિત છે. વિકાસ અને સમૃદ્ધિના માર્ગો પણ ખુલે છે. પીએમે કહ્યું, જ્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ફરી દોડશે, ત્યારે અહીંની ઇકોસિસ્ટમ ફરીથી મજબૂત થશે અને જૈવવિવિધતામાં પણ વધારો થશે.

આ સાથે જ પીએમ મોદીે એમ પણ જણાવ્યું છે કે  દેશની જનતાઓએ ચિત્તાઓને પાર્કમાં જોવા માટે ઘીરજ રાખવી પડશે આ ચિત્તાઓ અહીના સ્થાનને પહેલા તોપાનું ઘર માને ત્યા સુધી તેમને  થોડો સમય આપવો પડશે ,હાલ ચિત્તાઓને અહી ઠરીઠામ કરવા માટે સખ્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ચિત્તાઓને 30 દિવસ માટે એક ખાસ એન્ક્લોઝરમાં રાખવામાં આવશે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે અને બાદમાં તેમને જંગલમાં છોડી દેવામાં આવશે.