રાજકોટના ન્યારી-1 ડેમમાં નર્મદાના નીરનું આગમન
રાજકોટઃ શહેરમાં દર ઉનાળામાં પાણીની સમસ્યા રહેતી હોય છે. પરંતુ સૌની યોજના હેઠળ શહેરના આજી અને ન્યારી-1 ડેમ નર્મદાના નીરથી ભરીને શહેરીજનોને દરરોજ 20 મીનીટ પાણી આપવાનો નિર્ણય લેવાતા શહેરીજનોને રાહત થશે. શહેરના આજી ડોમને નર્મદાના નીરથી ભરી દીધો છે હવે ન્યારી-1 ડેમને ભરવામાં આવી રહ્યો છે. આ ડેમ 25 ફુટ ઊંડાઈ ધરાવે છે. સાંજ સુધીમાં 17 ફુટ ભરી દેવામાં આવ્યો હતો. રાત સુધીમાં ડેમ છલોછલ ભરી દેવાશે.
શહેરના મુખ્ય જળસ્ત્રોત એવા કાલાવાડ રોડ પરના ન્યારી-1 ડેમમાં નર્મદાના નીરનું આગમન થયુ છે. સૌના યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવીને ન્યારી ડેમ ભરવાનું શરૂ કરાયુ છે. સાંજ સુધીમાં ડેમની જળ સપાટી 17 ફુટને વટાવી ગઈ હતી રાજકોટ શહેરમાં દર ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ન્યારી-1 ડેમને નર્મદાના નીરથી ભરીને શહેરીજનોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. સૌપ્રથમ આજી-1 ડેમ ભરાયા બાદ હવે ન્યારી-1 ડેમ ભરવાનું શરૂ કરાયું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ મહાપાલિકાની માગણી સ્વીકારીને ન્યારી ડેમ નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય લીધો હતો.. આજી-1 ડેમમાં તા.3 માર્ચથી 27 માર્ચ સુધી 650 એમસીએફટી નર્મદાનીર ઠાલવવામાં આવ્યુ હતુ અને કુલ 29 ફૂટની ઉંડાઈના આજી-1ની સપાટી 27 ફૂટે પહોંચી ગઈ છે. જ્યારે કુલ 25 ફૂટની ઊંડાઈના ન્યારી-1 ડેમની સપાટી સાંજે 17 ફૂટેને વટાવી ગઈ હતી. ન્યારી ડેમમાં 150 એમસીએફટી નર્મદાનીર ઠાલવવામાં આવશે જેથી ડેમ ભરાઈ જશે અને ઉનાળા દરમિયાન દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરી શકાશે.