- આ રાજ્યોમાં 10 જૂન સુધી વરસાદની સંભાવનાઓ
- આઈએમડીએ કરી વરસાદને લઈને આગાહી
દિલ્હીઃ- જૂન મહિનાની શરુઆતથી જ દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે હવે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદના આગમન બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્ર અને ઉત્તરપૂર્વમાં પહોંચી ગયું છે. આઇએમડીના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ પવનો મજબૂત બનતા અને ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને પડોશી વિસ્તારના નીચા સ્તરના ચક્રવાતી તોફાનને કારણે, આગામી ત્રણ દિવસોમાં ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે.
અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને મણિપુર જેવા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસુ પણ મધ્ય અરબી સમુદ્રમાં આગળ વધ્યું છે, જેમાં મહારાષ્ટ્ર, તેલંગણા, તામિલનાડુ અને આંધ્રપ્રદેશના વધુ ભાગોનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રવિવારના રોજ મહારાષ્ટ્રના 30 ટકા વિસ્તારને કવર કરતા રાયગઢ અને પુણે જીલ્લામાં વરસાદે આગમન કર્યું હતું,વિતેલી રાતથી આ વિસ્તારોમાં વરસાદ શરુ છે,હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું આવતા અઠવાડિયા સુધી મુંબઈ પહોંચવાની આશા સેવાઈ રહી છે, 15 જૂન સુધી આ મધ્ય અને પૂર્વોત્તર ભારતમાં પણ સક્રિય થશે.
આ સાથે જ મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજધાની દિલ્હી,હરિયાણા,પંજાબ ઉત્તરપ્રદેશમાં 20 જૂન પછી ચોમાસું બેસવાની શક્યતાઓ સેવાઈ રહી છે,હવામાન વિભાગે આ વખતે સામામન્યથી વધુ વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ રાજ્યોમાં સમયસર અથવા તે પહેલાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. ચોમાસુ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર રત્નાગિરી જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું છે. ટૂંક સમયમાં તે આખા રાજ્યને આવરી લેશે.
ભારતના હવામાન વિભાગ એ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત તમિલનાડુના ભાગોમાં પહોંચી ચૂક્યું છે. બંગાળની ખાડી અને બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વ ભાગોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 11 જૂન સુધીમાં, બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી સંભાવનાઓ દર્શાવાઈ છે.જે ચોમાસાને વધુ સક્રિય બનાવશે. ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે ચોમાસુ બે દિવસના વિલંબ સાથે 3 જૂને કેરળ પહોંચ્યુ હતો. આઇએમડીએ જૂનમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થી ચૂક્યું છે, ગુજરાતના કેટલાક શહેરોમાં બે દિવસથી સામાન્ય તેમન વધુ વરસાદ નોંધાયો છે.