- 20 દિવસ જેટલા સમય બાદ ફરી વરસાદનું થશે આગમન
- અનેક જીલ્લાઓમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ- હાલ ચોમાસાની સિઝન લાુ હોવા છત્તા રાજ્યના મોટા ભાગના વિલસ્તારો કોરોકટ જોવા મળી રહ્યા છે, એક મહિના પહેલા વરસાદે પોતાનું જોર બતાવ્યા બાદ અચાનક છેલ્લા 20 થઈ 25 દિવસ સુધી રાજ્યમાં વરસાદ જોવા મળ્યો નથી, આ સાથે જ ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, વરસાદ ન આવવાના કારણે ઠેર ઠેર બફારો થઈ રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે લોકો વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે, જગતના તાત ખેટૂતોની ચિંતા પણ વરસાદમામં વિલંબ થયા વધી છે, ત્યારે હવે હવામાન વિભઆગ તરફથી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 13 જુલાઈથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા બફારાથી લોકો ત્રાસી ગયા છએ ત્યારે આવતી કાલથી વરસાદ વરસે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે
આવતી કાલથી એટલે કે 11 જુલાઈના રોજથી રાજ્યના વિસ્તારો અમદાવાદ, આણંદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે જ 12 જુલાઈના રોજથી નર્મદા, ડાંગ, તાપી, સુરત અને ભરૂચમાં ભારે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આ બફારામાંથી અમદાવદ તથા આસપાસના વિસ્તારોને 13 જુલાઈથી છૂકારો મળી શકે છે.
આ સહીત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હાલમાં વરસાદ નોંધાયો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે હવે સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થાય તેવી લોકો રાહ જોઈ રહ્યા છે.સોરાષ્ટ્રના વિસ્તારો જેવા કે ફાળદંગ, ડેરોઈ અને રફાળા સહિતના ગામડાઓમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે,
હવામાન વિભઆગના જણાવ્યા પ્રમાણે આવનારા 3 દિવસમાં રાજ્યના મોટા ભાગના જીલ્લાઓમાં વરસાદનું આગમન થશે, ત્યારે કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું વધુ જોર જોવા મળશે.