Site icon Revoi.in

કલાકારીને કોઈ સીમા રોકી શકે નહી, રાજકોટના મનોદિવ્યાંગ બાળકોનું ટેલેંટ આવ્યું સામે

Social Share

રાજકોટ: દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી અને કળાને ક્યારેય કોઈ સીમા રોકી શકતું નથી, આ વાતથી સૌ કોઈ સહેમત હશે ત્યારે હવે આ વાતને સાચી પાડી છે રાજકોટ શહેરના મનો દિવ્યાંગ બાળકોએ, આ બાળકોને દિવાળીના દિવડા બનાવ્યા છે અને તે એટલા સુંદર છે કે તેની માંગ હવે દિલ્લી પહોંચી છે, જી હા, દિલ્લીના લોકો તેને ખરીદવા માટે ઉત્સાહી બન્યા છે.

દિવાળીના પર્વ પર દિવડા પ્રગટાવી ઊર્જા અને પ્રકાશ ફેલાવવાનું મહત્વ રહેલું હોઈ છે. દર વર્ષે જુદા જુદા પ્રકારના દિવડા જોવા મળતા હોઈ છે. જેમાં દિવડાને રૂડા બનાવે છે. રાજકોટના મનો દિવ્યાંગ બાળકો. તહેવારના સમયમાં સીઝન પ્રમાણે આ બાળકો વસ્તુઓ બનાવે છે. રાજકોટમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા અને પ્રયાસ પેરેન્ટ્સ એસોસિયેશન સાથે સંકળાયેલા 200 જેટલા બાળકોમાંથી જે બાળકોના હાથ – પગ આંશિક રીતે કામ કરતા હોઈ તેવા અનેક બાળકો અહી દિવડા બનાવે છે. જેમાં 5 જેટલા બાળકો શાળામાં અને 8થી 10 જેટલા બાળકો તેમના ઘરે દિવડા બનાવે છે.

દિવડા બનાવવાનું કામ સંસ્થાના પ્રમુખ પૂજા પટેલ તથા અન્ય સ્ટાફ સાથે બાળકો 6 દિવાળીના 6 મહિના પહેલાથી શરૂ કરી દે છે. આ બાળકો દરરોજ ગોબર, માટી સાથે અવનવી ડીઝાઈન ના 200 કરતા પણ વધુ દિવડા બનાવે છે. અત્યાર સુધીમાં આ બાળકોને હજારો દિવડા બનાવ્યા છે અને દિવાળી સુધીમાં 80 હજાર જેટલા દિવડા બનાવવાનો લક્ષ્યાંક છે. જેમાંથી 45 હજાર કરતાં વધુ દીવડાઓ નું વેચાણ પણ કર્યું છે.

ઉપરાંત દિવડા વેચવા પર જે રકમ ઉપજે છે તે આ મનો દિવ્યાંગ બાળકોને મળતાં રોજગારી પણ મળી રહે છે. આ બાળકોમાંથી ઘણા બાળકો એવા પણ છે કે જેમના માતા – પિતા કે પરિવારજન નથી. જેથી રોજગારી મળતા તેઓને પણ જીવન જીવવા માટે ટેકો મળી રહે છે.

મનો દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવતા દીવડાની માંગ રાજકોટ સિવાય અને આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મોરબી જેવા શહેરો તથા દિલ્લી, રાજસ્થાન તથા એમપી જેવા અનેક રાજ્યોમાં પણ છે.