- આર્થ્રાઇટીસનો ન થતા શિકાર
- શું તમને પણ આ સમસ્યા તો નથી ને
- તો તરત જ તેના ઈલાજ પર આપો ધ્યાન
કેટલાક લોકોને હાથ-પગ દુખવાની સમસ્યા હોય છે અને તેનાથી મોટી સંખ્યામાં લોકો હેરાન પરેશાન થયા હોય છે. જો વાત કરવામાં આવે આ બીમારી વિશે તો લોકોએ તેના વિશે પહેલેથી સતર્ક થવું જોઈએ. આર્થ્રાઇટીસ એટલે સાંધા નો દુઃખાવો અથવા સોજો. આર્થ્રાઇટીસ ઘણાં પ્રકારનાં હોય છે. તેના ત્રણ મુખ્ય પ્રકારો છે.
સૌથી પહેલો પ્રકાર એ છે કે ઉંમરનાં કારણે થતો ઘસારો- ઉંમર વધવાની સાથે ઘસારો વધતા સાંધાનો દુઃખાવો થાય છે. આ તકલીફ ઘૂંટણ, થાપા અને કમરના સાંધામાં વધારે જોવા મળે છે. બીજા નંબર પર છે સંધિવા આ એક ઓટોઇમ્યુન રોગ છે જે જુદાં જુદાં સાંધાને અસર કરે છે. અને ત્રીજા નબંર પર છે ગઠીયો વા કે જેમાં શરીરમાં અમુક તત્વોનું પ્રમાણ વધી જવાથી સાંધામાં દુઃખાવો થાય છે અને સોજો આવે છે.
ઘસારો થવાનાં કારણે જે મજ્જા હાડકાની આજુબાજુ આવેલી છે તેમાં પાણી ભરાવાનું ચાલુ થાય છે, નાની નાની તીરાડો બને છે અને હાડકાની સપાટી પર નાની હાડકીઓ (ઓસ્ટીઓફાઇટસ) બને છે. આના કારણે સાંધાના હલનચલનમાં તકલીફ થાય છે. ઘણીવાર મજ્જાનો નાનો ભાગ સાંધાની અંદર આવી જાય છે અને વધારે દુઃખાવો કરે છે. મજ્જાનો ઘસારો વધારે ને વધારે થવાથી, સાંધાનો ભાગ વધારે નાનો થાય છે અને હાડકા-હાડકાની સપાટીને ઘસારો પહોંચે છે, સપાટી ખરબચડી થતાં પગ વળતો નથી.