Site icon Revoi.in

રોહિત શર્મા કે ક્રિસ ગેલ નહીં પરંતુ ઈંગ્લેન્ડના આ ખેલાડી છે ક્રિકેટ જગતના પ્રથમ હિટમેન

Social Share

મુંબઈઃ ભારતમાં આવતીકાલથી સ્ટેડિયમમાં આઈપીએલનો પ્રારંભ થશે અને સ્ટેડિયમમાં સિક્સર અને ચોગ્ગાનો વરસાદ થશે. 20-20ના હાલના જમાનામાં ક્રિકેટ સિરિઝમાં બેટસમેન વિસ્ફોટક બેટીંગ કરીને વાહવાહી લુંટી રહ્યાં છે. ભારતમાં ધોની અને રોહિત શર્મા જેવા વિસ્ફોટક બેસ્ટમેનોએ સ્ટેડિયમમાં સિક્સરો લગાવીને રેકોર્ડ બન્યાં છે. ક્રિકેટ જગતમાં રોહિત શર્માને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે. જો કે, વર્ષો પહેલા એક ઈંગ્લીશ બેસ્ટમેને પોતાની અદભુત બેટીંગથી ક્રિકેટપ્રેમીઓના દીલમાં આગવુ સ્થાન હાંસલ કર્યું હતું. આ ઈંગ્લીશ બેસ્ટમેનનું નામ આર્થર વેલાર્ડ છે. તેમજ સિક્સ હિટર તરીકે ક્રિકેટ પ્રેમીઓમાં જાણીતા હતા. ક્રિકેટ જગતમાં ક્રિસ ગેલ, એમ.એસ.ધોની, શાહિદ આફ્રિદી કે રોહિત શર્મા નહીં પરંતુ આર્થર પ્રથમ એવા ક્રિકેટર હતા જેઓ હિટમેન તરીકે ઓળખાય છે.

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર આર્થર વેલાર્ડનો જન્મ 8મી એપ્રિલ 1902માં થયો હતો. આર્થર વેલાર્ડે 1935ની સિઝનમાં 72 સિક્સર ફટકારી હતી. આ રેકોર્ડ 50 વર્ષ સુધી તેમના નામે અકબંધ રહ્યો હતો. એક સિઝનમાં 50થી વધારે વખત સિક્સર મારવાનો રેકોર્ડ તેમને એક-બે વાર નહીં પરંતુ ચાર પાર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ વતી માત્ર બે ટેસ્ટ રમનારા આર્થર બેટીંગ એવરેજ માત્ર 19ની જ હતી. પરંતુ તેમની સિક્સર ફટકારવાની એક આગવી શૈલી હતી. ઓગસ્ટ 1938માં તેમણે વેલ્સમાં સમરસેટ તરફતી રમતા ઓલરાઉન્ડર ફ્રેન્ક વૂલીની એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. પોતાની કારકિર્દીમાં તેમણે બે વખત એક ઓવરમાં પાંચ વખત સિક્સર ફટકારી હતી. તેમનો આ રેકોર્ડ 30વર્ષ સુધી દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો ન હતો. ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાં તેમણે બેટમાંથી સિક્સર ફટકરવાની સાથે હરીફ ટીમની વિકેટો પણ ખેરવી હતી. 417 મેચમાં તેમણે ઝડપી બોલીંગમાં 1600થી વધારે વિકેટ લીધી હતી.

હિટમેન તરીકે ઓળખાતા રોહિત શર્માએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 436 સિક્સર ફટકારી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેલે સૌથી વધારે 535 અને પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદીએ 476 સિક્સર મારી છે. જો કે, આજેય ક્રિકેટ પ્રેમીઓ મોઢે હિટમેન તરીકે પ્રથમ નામ ઈંગ્લેન્ડના આર્થર વેલાર્ડનું જ આવે છે.