Site icon Revoi.in

જન્માષ્ટમી જેવા તહેવારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે નોઈડામાં આજથી 15 સપ્ટેમ્બર સુઘી કલમ 144 લાગૂ

Social Share

દિલ્હીઃ દેશભરમાં આજે શીતળા સાતમનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ આવતી કાલે આઠમ એટલે કે જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે નોઈડામાં શાંતિ જળવાઈ રહે તેને લઈને તંત્રત દ્રારા ઘારા 144 લાગૂ કરી દેવાઈ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારને વિતેલા દિવસે  નોઇડા પોલીસે આદેશ જારી કર્યો જેમા્ં જણાવ્યું હતું કે સીઆરપીસીની કલમ 144 સમગ્ર નોઇડા અને ગ્રેટર નોઇડામાં 6 થી 15 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. આગામી તહેવારો અને મહત્વની જાહેર સભાઓ દરમિયાન “શાંતિ અને સૌહાર્દ જાળવવા” માટે પોલીસે આ પગલું ભર્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે 6-7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી અને 7 સપ્ટેમ્બરના રોજ ચેહલુમ અને 12 સપ્ટેમ્બરે ગ્રેટર નોઈડામાં દ્રોણાચાર્ય મેળા જેવા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આદેશ પસાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ પગલું કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ખેડૂતોની મુખ્ય બેઠકોને લઈને લેવામાં આવ્યું છે.