આર્ટીકલ 370 ભૂતકાળ, હવે ક્યારેય પરત નહી ફરીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું છે. શાહ બે દિવસના જમ્મુ પ્રવાસે પહોંચ્યાં હતા. અમિત શાહે પાર્ટીનું સંકલ્પ પત્ર જાહેર કર્યાં બાદ જણાવ્યું હતું કે, આઝાદીના સમયથી અમારી પાર્ટી જમ્મુ-કાશ્મીરનો આ ભૂભાગ ખુબ મહત્વપૂર્ણ કર્યો છે, તેમજ અમે આ ભૂભાગને હંમેશા ભારત સાથે જોડી રાખવાનો વર્ષોથી પ્રયાસ કર્યો છે. પંડિત પ્રેમનાથ ડોગરાથી લઈને શ્યામા પ્રવાસ મુખર્જીની શહાદત સુધી આ સમગ્ર સંઘર્ષને પહેલા ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટીએ આગળ વધાર્યું હતું. અમારી પાર્ટીનું માનવું છે કે, જમ્મુ-કાશ્મીર હંમેશાથી ભારતનો હિસ્સો છે અને રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2014 સુધી જમ્મુ-કાશ્મીર પર હંમેશા આતંકવાદ અને અલગાવવાદનો પડછાયો રહ્યો છે. તેઓ હંમેશા જમ્મુ-કાશ્મીરને અસ્થિર કરતું રહ્યું છે. એટલું જ નહીં મોટાભાગની સરકારોએ એક પ્રકારની તૃષ્ટીકરણની રાજનીતિને આગળધરીને જમ્મુ-કાશ્મીરમાં ડીલ કરતી હતી. પહેલાની સરકારો અહીં અલગાવવાદીઓ સામે નતમસ્તક થતી હતી, જો કે, છેલ્લા 10 વર્ષમાં અહીં શાંતિ રહેવાની સાથે વિકાસ થયો છે. 370 અને 35એ ખત્મ કરવો એતિહાસિક નિર્ણય રહ્યો છે. હવે બંને ભૂતકાળ બની ગયા છે, હવે તેની ક્યારે વાપસી નહીં થાય. 2014થી 2024 સુધી જમ્મુ-કાશ્મીર માટે સુવર્ણિમ યુગ રહ્યો છે. આ પહેલા પ્રદેશ અધ્યક્ષ રવિંદર રૈનાએ જણાવ્યું હતું કે, મોદી સરકારએ જમ્મુ-કાશ્મીરમાં દરેક વર્ગ સાથે ન્યાય કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ પર કામ કર્યું છે. ભૂતકાળની સરકારોએ ભેદભાવ કર્યો છે.