- અરુણ ગોયલે ચૂંટણી કમિશનરનો પદભાર સંભાળ્યો
- શનિવારે આ પદ પર તેમને નિયુક્ત કરાયા હતા
દિલ્હી- દેશના ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા અધિકારી અરુણ ગોયલે આજરોજ 21 નવેમ્બરને સોમવારે ચૂંટણી કમિશનર તરીકેનો પોતાનોકાર્યભાર સંભાળ્યો. ચૂંટણી પંચે આ અંગેની જાણકારી આપી છે. ગોયલ પંજાબ કેડરના 1985 બેચના આઈએએસ અધિકારી છે. તેમણે 18 નવેમ્બરે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. જોકે, તેઓ 60 વર્ષના થયા બાદ 31 ડિસેમ્બર, 2022ના રોજ નિવૃત્ત થવાના હતા.
ઉલ્લેખનીય છે કે ગોયલને શનિવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પંચનો ભાગ હશે.
અરુણ ગોયલે નિવૃત્તિના 40 દિવસ પહેલા રાજીનામું આપી દીધું હતું. તેઓ ઘણા વર્ષોથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા અને હાલમાં વડાપ્રધાન કાર્યાલયમાં મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. તેઓ 31 ડિસેમ્બર, 2022 ના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ તે જ દિવસે પંજાબ અને કેન્દ્ર સરકાર દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું.
અરુણ ગોયલ હવે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પંચનો ભાગ હશે. ગોયલની નિમણૂક અંગે સરકારે એક નિવેદન દ્વારા માહિતી આપી હતી.આ જવાબદારી સંભાળ્યા બાદ આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનવાના પ્રબળ દાવેદાર જોવા મળે છે, રાજીવ કુમારનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025 સુધીનો છે. સુશીલ ચંદ્રા મે મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા. ત્યારથી ચૂંટણી પંચના કમિશનરની એક જગ્યા ખાલી હતી. તેમના સ્થાને રાજીવ કુમાર નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે.