- અમેરિકામાં મૂળભારતીય અરુણ વેંકટરમન 1400 થી વધુ કર્મચારીઓની ટીમનું કરશે નેતૃત્વ
- વિશ્વ બજારોના સહાયક વાણિજ્ય મંત્રી તરીકે લીઘા શપથ
દિલ્હીઃ- દેશની બહાર રહેતા મૂળ ભારતીયો વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળ થઈ રહ્યા છે, ખાસ કરીને અમેરિકા જેવી મહાસત્તા વાળા દેશમાં મૂળ ભારતીયો ઘણા હોદ્દાઓ પર કાર્રયત જોવા મળે છે ત્યારે હવે વધુ એક ભારતીય મૂળના અરુણ વેંકટરમને વૈશ્વિક બજારોના સહાયક વાણિજ્ય મંત્રી અને યુએસ અને ફોરેન કોમર્શિયલ સર્વિસ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ એડમિનિસ્ટ્રેશનના ડિરેક્ટર જનરલ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. તે ોહવે યુએસ અને વિદેશમાં સ્થિત 1,400 કર્મચારીઓની ટીમનું નેતૃત્વ કરશે.
વેંકટરમનને રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા અને 7 એપ્રિલે યુએસ સેનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. તેઓ નિકાસને વેગ આપવા અને રોકાણ આકર્ષવા માટે ફેડરલ સરકારના પ્રયાસોનું નેતૃત્વ કરશે.
વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડોએ જણાવ્યું હતું કે વેપાર કાયદા અને વ્યાપારી નીતિમાં અરુણની કુશળતા અમૂલ્ય સાબિત થશે કારણ કે વાણિજ્ય વિભાગ યુએસ બિઝનેસ અને કર્મચારીઓને મહામારીથી અસરગ્રસ્ત આર્થિક મુશ્કેલીઓમાંથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અરુણના અનુભવ અને નેતૃત્વ હેઠળ અમેરિકન જાહેર અને ખાનગી ક્ષેત્રને દિશા મળશે. તેઓ વિશ્વ વેપારમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે, વૈશ્વિક સંસ્થાઓ માટે કામ કરે છે અને યુએસ સરકારના સલાહકાર તરીકે કામ કરે છે.