Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશ: બોર્ડર પર વધશે ભારતની સૈન્ય શક્તિ, વિજયનગર એરફીલ્ડ શરૂ

Social Share

અરુણાચલ પ્રદેશના વિજયનગરમાં બુધવારે એરફીલ્ડે કામ કરવાનું શરૂ કરી દીધું છે. દેશના પૂર્વ હિસ્સાના આખરી છેડા પર આવેલી આ એરફીલ્ડે ઓપરેશનલ હોવાથી ભારતીય સૈનિકોને લાવવા અને લઈ જવામાં આસાની હશે. ચીન સાથેની દેશની સરહદને સુરક્ષિત રાખવા માટે આ એરફીલ્ડને સામરીક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડના શરૂ થવાથી મ્યાંમાર સાથેના સંયુક્ત ઓપરેશનમાં પણ મદદ મળશે. આમ કરવાથી સરહદની પાર આવેલા આ કેમ્પોની વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરી શકાશે કે જ્યાંથી પૂર્વોત્તરના ઉગ્રવાદી સંગઠનો ચાલે છે. ભારત અને મ્યાંમાર પહેલા પણ મળીને આ દિશામાં કામ કરતા રહ્યા છે.

એરફીલ્ડથી મોટા માલવાહક વિમાનોના ઉડાણ શક્ય બની શકશે. આનાથી પ્રદેશના ઝડપી વિકાસમાં મદદ મળશે. સાથે જરૂરિયાત પડવા પર સ્થાનિક લોકો પણ આવાગમન પણ કરી શકશે.

સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરફીલ્ડથી અંતરીયાળ ક્ષેત્રોમાં રહેતા લોકો સુધી પહોંચવામાં સ્થાનિક પ્રશાસનને મદદ મળશે. પરંતુ રણનીતિક દ્રષ્ટિથી પણ તેનું ઘણું મહત્વ છે. એએલજીથી મ્યાંમારથી લાગતી પોતાની સીમાના પ્રભાવી પ્રબંધનમાં પણ મદદ મળશે. વિજયનગર જેવા અગ્રિમ ક્ષેત્રની સુરક્ષા માટે ભારતીય વાયુસેના અને ભૂમિસેના સાથે મળીને સંયુક્ત ઓપરેશન કરી શકશે.

ઈસ્ટર્ન એર કમાનના કમાન્ડિંગ ઈન ચીફ એર માર્શલ આર. ડી. માથુર અને ઈસ્ટર્ન કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચફ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાને સંયુક્તપણે વિજયનગરમા ફરીથી બનાવવામાં આવેલા રનવેનું ઉદ્ઘાટન કર્યું છે.

આ પ્રસંગે સેના અને વાયુસેનાના ઘણાં વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. વિજયનગરમાં રનવેનું ફરીથી નિર્માણ કાર્ય જોરહાટ એરફોર્સ સ્ટેશનની દેખરેખમાં કરવામાં આવ્યું છે. સડક સંપર્ક અસ્તિત્વમાં નહીં હોવાના કારણે આ મોટા પડકારનું કામ હતું. તમામ સામાન અહીં હેલિકોપ્ટર્સ દ્વારા જ પહોંચાડવામાં આવ્યો.