નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે હોલોંગી, ઇટાનગર ખાતેના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું “ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર” નામકરણ કરવાની મંજૂરી આપી છે.
અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટનું નામ ‘ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર’ રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જે લોકોની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે સૂર્ય (ડોની) અને ચંદ્ર (પોલો) પ્રત્યેના રાજ્ય લોકોના આદરને પ્રતિબિંબિત કરે છે.
ભારત સરકારે જાન્યુઆરી, 2019માં હોલોંગી ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર અને અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારની સહાયથી રૂ. 646 કરોડના ખર્ચે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે.