નવી દિલ્હીઃ દિલ્હી આબકારી નીતિમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્ર4ગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરિવારને આજે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યાં છે. કોર્ટે કેટલીક શરતોને આધારે જામીન આપ્યાં છે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે કહ્યું કે, આપના સંયોજકને 2 જૂનના રોજ આત્મસમર્પણ કરવાનું રહેશે અને જેલમાં પરત ફરવું પડશે.
કંઈ શરતો ઉપર આપ્યાં છે જામીન ?
- સુપ્રીમ કોર્ટના લેખિત આદેશમાં જે શરતો લખી છે તે અનુસાર, અરવિંદ કેજરિવાલે જેલ અધિક્ષકની સંતુષ્ટી માટે રૂ. 50 હજારની રકમ જમીન બોન્ડ અને આટલી જ રકમ એક જામીન રકમ જમા કરાવી પડશે.
- કેજરિવાલ મુખ્યમંત્રી કાર્યાલપ અને દિલ્હી સચિલાવય જઈ શકશે નહીં. આ ઉપરાંત તેઓ પોતાના દ્વારા આપવામાં આવેલા નિવેદનથી બંધાયેલા રહેશે.
- તેઓ અધિકારિક ફાઈલો પર હસ્તાક્ષર નહીં કરી શકે, વધારે જરૂરી ફાઈલ હોય તો તેના ઉપર ફાઈલ પર સાઈન કરવા માટે એલજીની મંજુરી લેવા પડશે.
- તેઓ હાલના કેસમાં પોતાની ભૂમિકા મામલે કોઈ ટીપ્પણી નહીં કરી શકે, તેઓ કોઈ પણ સાક્ષી સાથે વાતચીત નહીં કરી શકે.
- તેની પાસે કેસ સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઇલની ઍક્સેસ હશે નહીં.
કોર્ટે કહ્યું, “દરેક કેસના તથ્યોના આધારે વચગાળાના જામીન આપવામાં આવે છે અને અરવિંદ કેજરીવાલ આમાં અપવાદ નથી. અરવિંદ કેજરીવાલનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને તેઓ સમાજ માટે ખતરો નથી. તેમની સામેના આરોપો ગંભીર છે.” પરંતુ તેમને હજુ સુધી દોષિત ઠેરવવામાં આવ્યો નથી અને અરવિંદ કેજરીવાલ કોઈ સાક્ષી સાથે વાત કરશે નહીં કે કેસ સંબંધિત સત્તાવાર ફાઇલ જોશે નહીં.