નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ જેલવાસ ભોગવી રહ્યાં છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની પત્ની સુનીતાએ પતિએ જેલમાંથી મોકલેલો સંદેશ સોશિયલ મીડિયા મારફતે શેર કર્યો હતો. સુનીતાએ પતિ અરવિંદ કેજરિવાલે મોકલેલો પત્ર વાંચતા જણાવ્યું હતું કે, તમારા કેજરિવાલે જેલમાંથી તમામ ધારાસભ્યો માટે સંદેશ મોકલ્યો છે.
પત્રમાં કેજરિવાલે જણાવ્યું હતું કે, હું જેલમાં છું આ કારણે મારા કોઈ પણ દિલ્હીવાસીને તકલીફ ના થવી જોઈએ. તમામ ધારાસભ્યો દરરોજ પોતાના મતવિસ્તારમાં જાય અને પ્રજાની સમસ્યાઓનો નિકાલ લાવે. માત્ર સરકારી વિભાગો સાથે જોડાયેલી સમસ્યાના સમાધાનની વાત નથી રહ્યો, પરંતુ આપણે તમામ દિલ્હીવાસીઓની સમસ્યાઓ દૂર કરવાની છે. દિલ્હીના બે કરોડ લોકો મારો પરિવાર છે. તેમને કોઈ મુશ્કેલી ના થવી જોઈએ.
દરમિયાન લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સંજ્યસિંહનો જામીન ઉપર છુટકારો થયો છે. જેલમાંથી મુક્ત થયા બાદ સંજ્ય સિંહ સીએમ કેજરિવાલની પત્ની સુનીતા કેજરિવાલની મુલાકાત માટે મુખ્યમંત્રી આવાસ પહોંચ્યાં હતા. સંજ્ય સિંહે સીએમ અરવિંદ કેજરિવાલની પત્ની સાથે મુલાકાત કરી હતી. સંજ્ય સિંહની જામીન ઉપર ખુશી વ્યક્ત કરતા સુનીતા કેજરિવાલે જણાવ્યું હતું કે, સીએમ અરવિંદ કેજરિવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને પણ ન્યાય મળશે.
આમ આદમી પાર્ટીના સિનિયર નેતા તિહાડ જેલમાંથી 181 દિવસ બહાર આવશે. સંજ્ય સિંહ ગત રાતના આઠ કલાકે જેલમાંથી મુક્ત થયા હતા. મોડી સાંજના કોર્ટના આદેશ બાદ જેલતંત્ર દ્વારા જરુરી કાર્યવાહી બાદ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.