Site icon Revoi.in

અરવિંદ કેજરીવાલની પુત્રી સાથે 34 હજારની છેતરપિંડી, ઓનલાઇન વેચી રહી હતી સોફા

Social Share

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ પાસેથી એક શખ્સે 34 હજારની છેતરપિંડી કરી છે. હર્ષિતા કેજરીવાલે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સોફા વેચવાની સુચના આપી હતી. અને તે શખ્સે પોતાને ખરીદદાર ગણાવીને તેની છેતરપિંડી કરી હતી. પોલીસે સોમવારે આ અંગે માહિતી આપી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, આ અંગે રવિવારે પોલીસને માહિતી મળ્યા બાદ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ઉત્તરીય જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે સોફા વેચવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર માહિતી આપી હતી.

શખ્સે ખરીદીમાં રુચિ બતાવી હર્ષિતા કેજરીવાલનો સંપર્ક સાધ્યો હતો. એકાઉન્ટ બરાબર હોવાના નામ પર તેણે હર્ષિતાના એકાઉન્ટમાં થોડી રકમ ટ્રાન્સફર કરી. આ પછી શખ્સે તેને એક ક્યૂઆર કોડ મોકલ્યો અને તેને સ્કેન કરવા કહ્યું,જેથી તે બાકીની રકમ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે.

ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી હર્ષિતા કેજરીવાલના એકાઉન્ટમાંથી 20 હજાર કટ થઇ ગયા. આ પછી જ્યારે હર્ષિતાએ તે શખ્સને ફરિયાદ કરી ત્યારે તેણે કહ્યું કે આ ભૂલથી થયું છે. ફરીથી આ જ કામ કરવા પર, હર્ષિતાના એકાઉન્ટમાંથી 14,000 રૂપિયા કટ થયા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદના આધારે અમે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને અમે આરોપીની શોધ કરી રહ્યા છીએ.

-દેવાંશી