- આર્યન કેસમાં પિતાના ડ્રાઈવરની પણ થઈ પૂછપરછ
- ગોરંગાંવમાં એનસીબીએ પાડ્યો દરોડો
- આ સ્થળોએ ડ્રગ્સ મળી આવ્યું હોવાની માહિતી
મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી સમારાચની હેડલાઈનમાં આર્યન ડ્રેગ્સ કેસ ચર્તી બન્યો છે, એનસીબીના એક અધિકારીએ આજ રોજ માહિતી આપી હતી કેનાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈ કિનારે ક્રુઝ શિપમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના સંબંધમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ડ્રાઈવરનું નિવેદન પણ નોંધ્યું છે.
આ સાથે જ એનસીબીનું કહેવું છે કે તેણે ગોરેગાંવ વિસ્તારમાં દરોડા પણ પાડ્યા છે અને બે લોકોની અટકાયત કરી છે. આ સમયગાળા દરમિયાન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી.
ઉલ્લેખનીય છે કે શાહરુક ખાનના ડ્રાઈવરને શનિવારે સાંજે પોતાનું નિવેદન નોંધવા માટે દક્ષિણ મુંબઈનીએનસીબી ઓફિસે બોલાવવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે તેમનું નિવેદન ડ્રગ વિરોધી એજન્સીના અધિકારીઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.
એનસીબીના કર્મચારીઓ એ શનિવારે મોડી રાત્રે ગોરેગાંવ સહિત મુંબઈના ઉપનગરોમાં અનેક દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ ડ્રગ્સ જપ્ત કરવાના સંબંધમાં શુક્રવારે રાત્રે સાન્તાક્રુઝ વિસ્તારમાંથી શિવરાજ રામદાસ નામના વધુ એક વ્યક્તિની ધરપકડ કરી હતી.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 19 લોકોની ઘરપકડ કરવામાં આવી ચૂકી છે.