- આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી
- રહેવું પડશે જેલમાં જ
- આર્થર જેલમાં મોકલવામાં આવ્યો
મુંબઈઃ બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનખાનની મુશ્કેલી વધી છે,આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કેસની સુનાવણી બાદ ગુરુવારે ફોર્ટ કોર્ટે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. જ્યા વિતેલા દિવસે કોક્ટ એ આરોપીની જામીન અરજી પણ ફગાવી દીધી છે. એટલે કે હવે આર્યન ખાન સહિત તમામ 8 આરોપીઓને હવે જેલમાં રહેવું પડશે. તમામ આરોપીઓને એનસીબી ઓફિસમાંથી બહાર કાઢીને જેલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ તમામ ડ્રગ્સમાં પકડાયેલા યુવાનોને આર્થર રોડ જેલમાં અને યુવતીઓને ભાયખલા જેલમાં મોકલવામાં આવ્યા છે. જેલમાં રહેતા આરોપીઓને કોઇ ખાસ પ્રકારની સુવિધા આપવામાં આવશે નહીં. કોર્ટના આદેશ અનુસાર, તમામ આરોપીઓએ બાકીના કેદીઓને જે રીતે ખોરાક પાણી મળે છે તે જ આપવામાં આવશે .
આર્યન અને અરબાઝ બંને નવી જેલના પ્રથમ ફ્લોર પર બેરેક નંબર 1 માં રહેશે. જેલની નવી માર્ગદર્શિકા મુજબ નવા આરોપીઓને 3 થી 5 દિવસ માટે ક્વોરન્ટાઇન સેલમાં રાખવામાં આવશે. હમણાં સુધી કોઈને જેલનો યુનિફોર્મ આપવામાં આવ્યો નથી.આર્યન ખાનને જેલમાં કોઈ ખાસ સુવિધા આપવામાં આવશે નહીં. તેઓએ પહેલા ઘરેથી બનાવેલો ખોરાક ખાવા માટે કોર્ટની પરવાનગી લેવી પડશે. જોકે, કોર્ટની કડક સૂચના છે કે કોઈને બહારથી ભોજન આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને 8 ઓક્ટોબરના રોજ શાહરુખ ખાનની પત્નિ ગૌરી ખાનનો જન્મદિવસ પણ હતો આ ખાસ પ્રસંગે મન્નતમાં શાનદાર પાર્ટીનું આયોજન પહેલી થી નક્કી થયું હતું જો કે આર્યનની ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ થયા બાદ આ પાર્ટિ રદ કરવામાં આવી હતી, આર્યન ખાન કેસને લઈને હાલ ચર્ચાઓ જોરશોરમાં ચાલી રહી છે,