- આર્યન ખાનને બીજાઓની જેમ જ ટ્રિટ કરવામાં આવી રહ્યો છે
- કોઈ સ્પેશિયલ સુવિધા નથી અપાઈ આર્યનને
મુંબઈઃ- જહાજમાં ડ્રગ્સ અને રેવ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. મુંબઈની એક કોર્ટે સોમવારે આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી વધારી દીધા છે. ત્રણેયને રવિવારે કોર્ટે એક દિવસના રિમાન્ડ પર એનસીબીને સોંપ્યા હતા. આ સમયગાળો પૂરો થતાં તેને સોમવારે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે આર્યન ખાનને તેમની માંગ પર વિજ્ઞાનના પુસ્તકો વાંચવા માટે આપવામાં આવ્યા છે.
અન્ય આરોપીઓની સાથે, આર્યનને પણ રાષ્ટ્રીય હિન્દુ રેસ્ટોરન્ટમાંથી ખોરાક આપવામાં આવી રહ્યો છે કારણ કે એનસીબી ઓફિસમાં ઘરે રાંધેલા ખોરાકની મંજૂરી આપવામાં આવતી નથી. બીજી બાજુ, આર્યન ખાન અને અન્ય આરોપીઓના ફોન પણ ગાંધીનગર લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે એનસીબી એ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર દરોડા પાડીને આર્યન ખાન, મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ સહિત આઠની ધરપકડ કરી હતી. લાંબી પૂછપરછ બાદ રવિવારે તેમની પચારિક ધરપકડ કરવામાં આવી હતી.
અભિનેતા શાહરૂખ ખાન માટે તેમના ચાહકો પ્રેમ અને ટેકો વ્યક્ત કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સે શાહરૂખ ખાનને પણ આ મુશ્કેલ સમયમાં ધીરજ રાખવા જણાવી રહ્યા છે અનેક સેલેબ્સ તેમા સપોર્ટમાં આવ્યા છે,સોશિયલ મીડિયા પણ શાહરુખને લોકો સપોર્ટ કરી રહ્યા છે.
અનેક સિતારાઓ એ લોકોને અપીલ કરી રહ્યા છે કે રિપોર્ટ બહાર આવ્યા વગર આર્યન ખાનને દોષ ન આપો. તે જ સમયે, એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ ખાનની ટીમે તમામ બોલિવૂડ સેલેબ્સને અભિનેતાને મળવા માટે તેના ઘરે મન્નત ન આવવા માટે વિનંતી કરી છે.